સાવરકુંડલા શહેરમાં દિવાળીનાં દિવસોમાં પણ લોકો શો રૂમ અને મોટી દુકાનોને બદલે પાથરણાવાળા પાસેથી ધોમ ખરીદી કરતાં જોવા મળે છે. અહીં અમરેલી રોડ ખાતરવાડી ખાતે એક નાનકડી એવી જગ્યામાં જાણે પાણીના ભાવે જ કહેવાય એવી નજીવી કિંમતે એટલે કે દોઢસો રૂપિયામાં બૂટની જોડ વેચતાં જોવા મળે છે. આ દિવાળીનાં દિવસોમાં લોકો અહીં ધૂમ ખરીદી કરતાં જોવા મળ્યા હતાં. જો કે એક તો આ કાળઝાળ મોંઘવારી અને એમાં આર્થિક મંદી હોય લોકોને સારી અને સસ્તામાં જો કોઈ જીવનજરૂરી પ્રોડક્ટ મળતી હોય તો શા માટે ન ખરીદે? આમ દુકાનનું ભાડું નહીં, વીજળી બિલ નહીં અને અન્ય જાહેરાતનાં ખર્ચ ન હોય તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રોડક્ટ સસ્તા દરે વેચાણ કરી શકે છે. આમ બદલતાં યુગમાં આ મોંઘવારીએ બ્રાન્ડ ચીજો જેવી અન્ય પ્રોડક્ટ હોય તો ખરીદે તો છે અને આ રીતે પણ ઘરનાં બજેટને આ મોંઘવારીનાં કમરતોડ યુગમાં સમતોલ કરવા કોશિશ કરતાં જોવા મળે છે. આમ પણ બૂટ ચપ્પલ એ આવશ્યક વસ્તુઓમાં આવે છે. વળી દિવાળીનાં દિવસોમાં લોકો નવાં કપડાં, બૂટ ચપ્પલ ખરીદતાં હોય છે. આમ દિવાળીનાં દિવસોમાં આવું પાથરણાં માર્કેટીંગ પણ લોકો માટે આશીર્વાદ સમાન બને છે અને લોકોનાં આર્થિક વહેવારો માટે પણ થોડું રાહત રૂપ રહે છે તેમાં બેમત ન હોય શકે..
સાવરકુંડલા શહેરમાં અમરેલી રોડ પર ખાતરવાડી પાસે આવેલ પાથરણાવાળા પાસેથી આ દિવાળીનાં પર્વ નિમિત્તે લોકો ધૂમ ખરીદી કરતાં જોવા મળ્યા



















Recent Comments