કોંગ્રેસ ઉપપ્રમુખ, અમરેલી જિલ્લા શ્રી ટીકુભાઈ વરૂએ રાજુલા નગરપાલિકાની ભાજપ શાસિત બોડી પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસન દરમિયાન ભલે પાંચ-પાંચ વખત પ્રમુખ બદલાયા હોય, પરંતુ શહેરના વિકાસના કામો ક્યારેય અટક્યા નહોતા અને *રાજુલાની જનતાને આજે જેવી હાલાકીનો સામનો કરવો પડ્યો નહોતો.*
*તેમણે જણાવ્યું કે રાજુલાની જનતાએ ભાજપને 28માંથી 28 સભ્યો ચૂંટીને આપ્યા અને વિપક્ષને એકપણ બેઠક આપી નહીં*. આજે એ જ જનતા અને વેપારીઓ પસ્તાવો કરી રહ્યા છે કે લોકશાહીમાં મજબૂત વિપક્ષ હોવો જરૂરી હતો. વિપક્ષ ન હોવાથી આજે પ્રજાના પ્રશ્નો ઉઠાવનાર કોઈ નથી અને લોકોનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે. અનેક લોકો ભયના વાતાવરણમાં જીવી રહ્યા છે અને ખુલ્લેઆમ પોતાની સમસ્યાઓ રજૂ કરવામાં પણ અચકાય છે.
શ્રી વરૂએ જણાવ્યું કે આજે *રાજુલાના કોઈપણ પ્રવેશદ્વારેથી શહેરમાં પ્રવેશ કરો—આગરીયા જકાતનાકા, હિંડોળા જકામ, વડલી ભેરાઈ અને છતડિયા દરેક રોડ રાજુલામાં પ્રવેશતા ગંદકીના ઢગલા જોવા મળે છે*. શહેરમાં પ્રવેશતા જ સ્પષ્ટ થઈ જાય છે કે શહેરની સફાઈ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે *રાજુલા શહેરના પોલીસ સ્ટેશનથી લઈને હવેલી ચોક સુધી વર્ષોથી ગટર ખુલ્લી હાલતમાં છે. વરસાદી પાણી અને ગટરનું પાણી વેપારીઓની દુકાનોમાં ઘૂસી જાય છે*, જેના કારણે વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડે છે. અનેક રજૂઆતો છતાં આજદિન સુધી આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
શ્રી વરૂએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે નગરપાલિકામાં વિકાસના કામોમાં પારદર્શિતાનો અભાવ છે. વારંવાર એક જ એજન્સીને કામો આપવામાં આવે છે, જ્યારે અન્ય લાયક એજન્સીઓને તક આપવામાં આવતી નથી. શહેરમાં એવી પણ ચર્ચા છે કે *નગરપાલિકાના કેટલાક કરારા આધારિત કર્મચારીઓ જ કોન્ટ્રાક્ટરની ભૂમિકામાં કામ કરી રહ્યા છે અને તેમની સલાહ-સૂચન મુજબ જ્યાં વધુ ટકાવારી અને લાભ મળે તેવા કામોને જ પ્રાથમિકતા આપવામાં આવે છે અને કરાર આધારિત પાસે ખોટું કામ કરાવવામાં આવે છે*અમે રાજુલા નગરપાલિકા કરાર આધારિત કર્મચારીઓથી ભરેલી હોય પરિણામે સામાન્ય નાગરિકોને મળવી જોઈએ તેવી પાયાની સુવિધાઓ વર્ષોથી અધૂરી રહી ગઈ છે. જો આ ફરિયાદોમાં સત્યતા હોય તો તેની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તે થતી નથી.
*તેમણે જણાવ્યું કે ચૂંટણી સમયે વિકાસના મોટા મોટા વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ આજે રાજુલાના લોકો ગંદકી, ખુલ્લી ગટર, તૂટી ગયેલા રસ્તા, ગંદા પીવાના પાણી અને અન્ય પાયાની સુવિધાઓના અભાવે પરેશાન છે.* રાજુલા જેવા મહત્વના શહેરમાં આજે પણ ટાઉનહોલ જેવી આવશ્યક સુવિધા ઉપલબ્ધ નથી.
*છતડિયા રોડ પર ભાજપના અગ્રણીઓ અને વેપારીઓ રહેતા હોવા છતાં રોડની હાલત અત્યંત દયનીય છે.* જ્યારે પોતાના આગેવાનોના વિસ્તારના રસ્તાઓની જ સ્થિતિ સુધારી શકાતી નથી, ત્યારે સમગ્ર શહેરના વિકાસના દાવાઓ માત્ર કાગળ પર જ હોવાનું સ્પષ્ટ થાય છે.
શ્રી ટીકુભાઈ વરૂએ જણાવ્યું કે રાજુલાની જનતા નિયમિત ટેક્સ ભરે છે, છતાં તેમને સ્વચ્છતા, શુદ્ધ પીવાનું પાણી, સારા રસ્તાઓ અને મૂળભૂત નાગરિક સુવિધાઓ મળતી નથી. જનતાના પૈસાનો યોગ્ય ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે તેનો જવાબ સત્તાધારી ભાજપે આપવો જોઈએ.
*અંતમાં શ્રી ટીકુભાઈ વરૂએ જણાવ્યું કે રાજુલાની જનતા હવે બધું જોઈ અને સમજી રહી છે. શહેરની અવગણના, વિકાસના ખોખલા દાવાઓ અને જનતાની સમસ્યાઓ પ્રત્યેની ઉદાસીનતાનો જવાબ રાજુલાની જનતા આગામી વિધાનસભાની ચૂંટણીમાં ચોક્કસ આપશે એવું મને લાગી રહ્યું છે. લોકશાહીમાં અંતિમ નિર્ણય જનતાનો હોય છે અને જનતા પોતાના મત દ્વારા યોગ્ય જવાબ આપવાની તાકાત ધરાવે છે. કોંગ્રેસ હંમેશા રાજુલાની જનતાના હક્ક અને હિત માટે મજબૂત અવાજ ઉઠાવતી રહેશે તેમ અમરેલી જિલ્લા
કોંગ્રેસ ઉપપ્રમુખશ્રી ટીકુભાઈ વરૂ એ જણાવ્યું છે
રાજુલા મા કોંગ્રેસના રાજમાં પ્રમુખો બદલાતા, પરંતુ રાજુલાની જનતાને ક્યારેય હેરાન થવા દીધી નથી : ટીકુભાઈ વરૂ
















Recent Comments