સત્તાધારી પક્ષ સામે એકલવીર બનીને લડતા વિધાનસભાના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી સરકાર સામે લડત આપવામાં માહિર છે તો પોતીકા ઓ સંગાથે સંબંધો નિભાવવામાં પણ ધાનાણીનો જોટો જડવો મુશ્કેલ છે કેમ કે નેતા વિપક્ષના પદની જવાબદારી હોવા છતાં કોઈપણ કામકાજ માં નાનપ ન અનુભવવાની ધાનાણીનો મિજાજ છે શેરડીના રસના શિચોડે ઉભા રહીને રસ કાઢવાનો હોય કે કોઈ હોટેલમાં ચા બનવવાની ઈચ્છાઓ થઈ હોય તો જાતે ચા બનાવી લેવી કે પછી ગાંઠિયા વણવા બેસી જાય તો ક્યારેક ભજનોમાં મંજીરા વગાડી ને ભજન કીર્તન કરી લેતા ધાનાણી સારથી જેવા મિત્રો સાથે સંબંધો નિભવવામાં પણ ક્યારેય કચાશ નથી રાખતા હોવાનો ધાનાણીનો આગવો અંદાજ છે ત્યારે આંતરરાષ્ટ્રીય ન્યુઝ ચેનલ બીબીસી સાથે સંકળાયેલા અમરેલી જિલ્લાના પત્રકાર ફારૂક કાદરી સાથે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીના સ્નેહભર્યા સંબંધોને અકબંધ જાળવી રાખવામાં માહિર ધાનાણીએ ફારૂક કાદરીના ભત્રીજા ભત્રીજી ના શુભ લગ્નોત્સવ પ્રસંગમાં પધારીને ફારૂક કાદરીના ભત્રીજા વરરાજા નૌશાદ કાદરી અને ભત્રીજી નગમા બાનું તેમજ નાઝીમાબાનુંને આશીર્વાદ પાઠવવા ધાનાણી પધાર્યા હતા તે પ્રસંગે મુન્નાભાઈ કાદરી અને મહેબૂબ કાદરીએ પૂર્વ નેતા વિપક્ષ નું સ્વાગત કર્યું હતું ને કાદરી પરિવારના સગા સ્નેહીઓ સંગાથે સમય વિતાવ્યો હતો.
સાવર કુંડલાના પત્રકાર ફારૂક કાદરીના આગણે યોજાયેલ લગ્નોત્સવમાં વિધાનસભાના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યા

Recent Comments