અમરેલી

ધરાઈની બાલમુકુંદ હવેલીની જમીન ટ્રસ્ટીઓએ બારોબાર વેચી મારી !!

ધરાઇ ગામે આવેલ સુપ્રસિદ્ધ બાલમુકુંદજીની હવેલીની જમીન કેટલાક ટ્રસ્ટીઓએ બારોબાર વેચી મારી તેની રકમ ખિસ્સામાં સેરવી લીધાની ચેરિટી કમિશનર સમક્ષ દાદ માંગવામાં આવતા ચકચાર મચી છે. હાલમાં આ મામલો ચેરિટી કમિશનર દ્વારા ટ્રસ્ટીએનાે ખુલાસાે માંગવામા આવ્યાે છે. બાબરા તાલુકામા અાવેલ ધરાઇ બાલમુકુંદજી હવેલી ટ્રસ્ટ પાસે વર્ષાેથી ખેતીની જમીન અને મકાનાે સહિત કેટલીક મિલકતાે છે. હાલમા આ ટ્રસ્ટમા મુખ્યાજી પરિવારના અન્ય સભ્યાેને ટ્રસ્ટી તરીકે સામેલ કરવાનાે મામલાે પણ અદાલતમા છે.

ત્યારે ચેરીટી કમિશ્નર સમક્ષ ટ્રસ્ટના એક ટ્રસ્ટી દ્વારા ચાર અેકરથી વધુ જમીન અન્ય ટ્રસ્ટીઅાેની જાણ બહાર જ બારાેબાર વેચી મારી તેના નાણા સેરવી લીધાની ફરીયાદ થઇ છે. આ અંગે ગાેંડલના રહેવાસી સમીરભાઇ જાેષીએ ટ્રસ્ટી યાેગેશભાઇ (નિતીનભાઇ) ચિમનલાલ જાેષી સામે આક્ષેપ લગાવ્યાે છે. સંસ્થાની સર્વે નં-141-1ની ચાર એકર 33 ગુઠાં જમીન કલમ 36નાે ભંગ કરી સરકારની પુર્વ મંજુરી વગર કે કાેઇ પરવાનગી વગર અન્ય ટ્રસ્ટીએની જાણ બહાર વેચી નાખી છે. એટલુ જ નહી આ જમીનના વેચાણ પેટે આવેલી રકમ ટ્રસ્ટમા જમા લેવામા અાવી નથી.

અા ઉપરાંત બાલમુકુંદ હવેલીનુ એક મકાન ગ્રામ પંચાયતના રેકર્ડ આકારણી પત્રક નંબર 175 વાળુ મકાન પર પણ ગેરકાયદેસર એક ટ્રસ્ટી દ્વારા કબજાે જમાવી હવેલીની મિલકતનાે ગેરઉપયાેગ કર્યાનાે પણ આક્ષેપ કરવામા આવ્યાે છે. આ મુદે ચેરીટી કમિશ્નર દ્વારા સંબંધિત તમામ ટ્રસ્ટીએને નાેટીસ પાઠવી જવાબ માંગવામા આવ્યાે હતાે.

કેટલાક ટ્રસ્ટીએએ એવાે જવાબ પણ રજુ કર્યાે હતાે કે અા ટ્રસ્ટીએ મિલકતનુ ગેરકાયદે વેચાણ કરેલ છે. જેમા અમારાે કાેઇ હાથ નથી. આ અંગે સંસ્થાના એજન્ડા ઠરાવ બુક તેમજ આવક જાવકના હિસાબાે વિગેરે સાહિત્ય કબજે લઇ તપાસ કરવા માંગ ઉઠી છે. અને આવા ટ્રસ્ટીએ પર કાયદેસરના પગલા લઇ બરતરફ કરવા પણ અન્ય ટ્રસ્ટીએ દ્વારા માંગણી કરવામા આવી છે.

Related Posts