ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં. ૨૮૨ ની શિહોર-ટાણા રોડની દક્ષિણ બાજએ આવેલ જમીન કે
જેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરીંગ બટ માટે થાય છે. જે સંદર્ભે ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી
એન.ડી.ગોવાણીએ મળેલ અધિકારની રૂઈએ ફરમાવ્યું છે કે, શિહોર ગામનાં સર્વે નં.૨૮૨, શિહોર- ટાણા રોડની દક્ષિણ
દિશાએ ફાયરિંગ બટનું ક્ષેત્રફળ હેક્ટર-૨-૧૯-૫૩ આરે.માં આવેલ છે તે સ્થળ તથા તેની પેરીફેરીથી આજુબાજુનાં
૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં તા.૨૫/૦૪/૨૦૨૬ થી તા.૦૪/૦૫/૨૦૨૬ દિન-૧૦ તથા તા.૦૬/૦૫/૨૦૨૬ થી
તા.૧૫/૦૫/૨૦૨૬ દિન-૧૦ માટે કોઈ પણ શખ્શે જવું નહીં તેમજ ઢોરોને સદરહું વિસ્તારમાં ચરાવવા નહીં
જાહેરનામાનો અમલ તથા તેનો ભંગ બદલ પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઈ પણ
હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે. આ જાહેરનામાનો ભંગ કર્યેથી આ અધિનિયમની
કલમ-૧૩૧ મુજબ સજા થશે.
શિહોર-ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ
















Recent Comments