રાષ્ટ્રીય

લગ્ન પ્રસંગોમાં બનતી ટેસ્ટી ‘તુવેરની દાળ’ આ રીતે બનાવો ઘરે, વખાણ કરશે લોકો

દરેક મહિલાઓની ફરિયાદ હોય છે કે તુવેરની દાળ ઘરે બહાર જેવી એટલે કે લગ્ન પ્રસંગમાં હોય એવી ટેસ્ટમાં નથી બનતી. તુવેરની દાળ ટેસ્ટમાં ટેસ્ટી ના બનવાને કારણે ઘરનાં અનેક લોકો થાળીમાં લેતા પણ નથી. તમને જણાવી દઇએ કે, તુવેરની દાળમાં ખૂબ જ પ્રોટીન હોય છે જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમારા ઘરમાં નાનું બાળક છે તો એને દાળનું પાણી પીવડાવો. આમ જો તમે પણ લગ્ન પ્રસંગ જેવી તુવેરની દાળ ટેસ્ટી બનાવવી હોય તો નોંધી લો આ રેસિપી…

1 કપ તુવેર દાળ

2 ચમચા તેલ

1/2 ચમચી રાઈ  

1/2 ચમચી જીરું

1 ચપટી હિંગ

મીઠો લીમડો

તમાલપત્ર

લવિંગ 2 નંગ

તજનો નાનો ટુકડો

આદુનો નાનો ટુકડો

લીલા મરચા 2 નંગ

સુકું લાલ મરચું 1 નંગ

ટામેટા 2 નંગ સમારેલા

3 નંગ કોકમ

જરૂર મુજબ લીંબુ

કાચા શીંગદાણા

કોથમીર

સ્વાદાનુંસાર મીઠું

હળદર

લાલ મરચું

ગરમ મસાલો

ગોળ

બનાવવાની રીત

  • સૌ પ્રથમ તુવેરની દાળને બે પાણીથી ધોઇ લો અને અડધો કલાક સુધી પલાળી રાખો.
  • પછી આ દાળને કુકરમાં બાફી લો.
  • હવે દાળમાં થોડું પાણી, મીઠું અને હળદર નાંખીને બ્લેન્ડ કરી લો.
  • હવે દાળનો વઘાર કરવા માટે તેલ ગરમ મુકો.
  • તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું નાખવું, ત્યારબાદ તજ, લવિંગ, હિંગ, કોકમ, સુકું લાલ મરચું અને તમાલ પત્ર નાખવા.
  • બે મિનિટ સુધી આ વધાર થવા દો અને પછી દાળમાં નાંખી દો.
  • હવે દાળમાં ગોળ, ધાણા પાઉડર, લાલમરચું અને ગરમ મસાલો ઉમેરી તેને હલાવો.
  • 5 મિનિટ સુધી દાળને હવે ઉકળવા દો.
  • તો તૈયાર છે તમારી મસ્ત એવી ટેસ્ટી-ટેસ્ટી ‘તુવેરની દાળ’

Related Posts