ફરવું કોને ના ગમે? દરેક વ્યક્તિને ફરવું ગમતુ હોય છે. ઘરમાંથી ક્યાંય પણ બહાર ફરવા નિકળો એટલે માઇન્ડ એકદમ ફ્રેશ થઇ જાય છે અને તમે રિલેક્સ ફિલ કરો છો. આ સાથે જ અનેક લોકોને વિદેશ ફરવાનો પણ બહુ શોખ હોય છે.
આજકાલ લગ્ન કર્યા પછી હનીમુન માટે કપલ વિદેશ જવાનું વિચારતા હોય છે. આમ, જો તમે પહેલીવાર વિદેશ જઇ રહ્યા છો તો તમારે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ નાની-નાની વાતો પર ધ્યાન આપતા નથી તો તમારે ટ્રિપ બગડી શકે છે અથવા લાસ્ટ ટાઇમ પર કેન્સલ પણ થઇ શકે છે.
પાસપોર્ટ જેવા કિંમતી ડોક્યુમેન્ટ્સ સાથે રાખો
પાસપોર્ટ જેવા બીજા કિંમતી ડોક્યુમેન્ટ્સનું તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. આ ડોક્યુમેન્ટ્સ એવી રીતે રાખો જે તમને સરળતાથી મળી રહે. આ માટે જો તમે બટન બેગ ફાઇલનો યુઝ કરો છો તો તમને સરળતાથી ડોક્યુમેન્ટ્સ મળી રહે છે અને સાથે ખોવાઇ જવાનો કે પડી જવાનો ડર રહેતો નથી.
જે દેશમાં ફરવા જાવો છો ત્યાંના કાયદાનું પાલન કરો
તમે જે દેશમાં ફરવા જઇ રહ્યા છો ત્યાંની અનેક વિગતો તમારે જાણી લેવી ખૂબ જરૂરી છે. જો તમે દેશના કાયદા અંગેની જાણકારી નથી મેળવતા તો તમને ત્યાં જઇને અનેક તકલીફો થઇ શકે છે, કારણકે ઘણાં બધા દેશોના કાયદા બહુ કડક હોય છે. સિંગાપોર જેવા અનેક દેશોમાં તમે ફ્લિપ-ફ્લોપ જેવા ચંપલ પહેરીને ડ્રાઇવિંગ કરી શકતા નથી. આ માટે તમે જ્યાં ફરવા જાવો એ પહેલા ત્યાંના કાયદા વિશેની માહિતી લઇ લો જેથી કરીને કોઇ તકલીફ ના પડે.
દેશના નાણાં સાથે રાખો
તમે જે દેશમાં ફરવા જવાના છો ત્યાંની કરન્સી તમારે સાથે રાખવી જોઇએ, જેથી કરીને તમને ત્યાં કોઇ પ્રોબ્લેમ્સ ના થાય. કંઇક એવી મુસબિત આવે તો તમે કરન્સી કાઢીને એનો ઉકેલ લાવી શકો છો પણ જો તમારે પાસે ના હોય તો તમને અનેક ઘણી તકલીફો પડે છે.
Recent Comments