દામનગર શ્રી સહજાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દામનગર ગુરુકુળ પરિવારે અમરેલી ખાતે સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત સારહિ તપોવન આશ્રમ મુલાકાતે પધારતા ઉષ્મા ભર્યો સત્કાર કરાયો
ગુરુકુલ પ્રિન્સિપાલ કોલડીયા તથા સ્ટાફ કાકડીયા , ગોસ્વામી બિમલ પંડ્યા દીપ્તિ મેડમ,સહિત ગુરુકુળ ના વિદ્યાર્થીઓ તથા અમરેલી જિલ્લા સહકારી સંઘ સંઘ ના સી.ઈ.આઈ. સાગરભાઇ મહેતા સહિત ના તા.16/03/2026 ના રોજ સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત સારહિ તપોવન આશ્રમ ખાતે શુભેચ્છા મુલાકાતે પધારેલ. આ અવસરે આશ્રમમાં નિવાસ કરતા તપસ્વીઓને રૂબરૂ મળી વિદ્યાર્થીઓએ આશીર્વાદ લીધા હતા.મુલાકાત દરમિયાન સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી અને સંસ્થાની ભાવિ પ્રગતિ માટે ઇફકો ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી તથા સારહિ તપોવન આશ્રમના સ્વપ્નદ્રષ્ટા તેમજ સારહિ યુથ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી તથા સમગ્ર સારહિ પરિવાર ને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી
આ મુલાકાત બદલ સારહિ પરિવાર તરફથી શ્રી સહજાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દામનગર ગુરુકુળ નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.















Recent Comments