બોલિવૂડ

બોલિવૂડથી દુર છે અનિલ કપૂરની નાની દિકરી, પણ સુંદરતામાં કૈટરીનાને પણ મ્હાત આપે..

બોલિવૂડથી દુર છે અનિલ કપૂરની નાની દિકરી, પણ સુંદરતામાં કૈટરીનાને પણ મ્હાત આપે..

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર હિન્દી સિનેમામાં લગભગ 4 દર્શકાથી સક્રિય છે. જો કે હવે તેમના બાળકોએ પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી ચુક્યા છે. અનિલ કપુરની મોટી પુત્રી સોનમ કપૂર આજે ઇન્ડસ્ટ્રીમાં જાણીતી અભિનેત્રી છે જ્યારે તેનો પુત્ર હર્ષવર્ધન કપૂર પણ ધીમે ધીમે પોતાને સ્થાપિત કરી રહ્યો છે. પરંતુ આજે આ લેખમાં આપણે જાણીશું અનિલ કપૂરની નાની દીકરી રિયા કપૂર વિશે. 

રિયા કપૂરે તાજેતરમાં જ તેના બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે લગ્ન કર્યા છે. એક તરફ સોનમ કપૂરે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા, તો બીજી તરફ રિયાના લગ્નનો કાર્યક્રમ ખૂબ જ સાદગીથી યોજાયા હતા.

કપૂર પરિવાર લાંબા સમયથી બોલિવૂડ સાથે જોડાયેલો છે અને પરિવારના લગભગ તમામ સભ્યો અવારનવાર લાઇમલાઇટમાં રહે છે પરંતુ રિયા આ બધાથી દૂર રહે છે. તેને ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં જવાનું પણ પસંદ નથી. 

રિયા કપૂર વ્યવસાયે ફેમસ ફેશન ડિઝાઈનર છે, આ સિવાય તે એક ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. રિયા અને તેની મોટી બહેન સોનમ વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ છે અને સોશિયલ મીડિયા પર બંનેના ફોટા અવારનવાર જોવા મળે છે.

રિયા કપૂરે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી
રિયાએ રણબીર કપૂરની ફિલ્મ ‘વેકઅપ સિડ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે, નિર્માતા તરીકે તેમની પ્રથમ ફિલ્મ ‘આયેશા’ હતી. કમનસીબે તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ.  વર્ષ 2014માં સોનમ કપૂર પ્રખ્યાત પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સાથે ફિલ્મ ‘ખૂબસુરત’માં જોવા મળી હતી. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મની નિર્માતા પણ રિયા કપૂર હતી. પરંતુ તેમની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી.

Related Posts