ઘણાં લોકોને અનેક વાર હેડકી આવતી હોય છે. હેડકી વારંવાર આવવાને કારણે વ્યક્તિ હેરાન થઇ જાય છે. જો કે હેડકી આવે એટલે ઘરમાંથી કોઇ બોલે કે કોઇએ યાદ કર્યા…જો કે આ વાત ખાલી તમારા સંતોષ માટે હોય છે. આમ, જો તમે હેડકીમાંથી રાહત મેળવવા ઇચ્છતા હોવ તો આ ઘરેલું ઉપાયો તમારા સૌથી બેસ્ટ છે.
- જો તમને વારંવાર હેડકી આવે છે તો તમે તરત જ પાણી પી લો.
- હેડકીમાંથી રાહત મેળવવા માટે થોડી હળદર લો અને એને પાણી સાથે ફાકી જાવો. આમ કરવાથી હેડકી બંધ થઇ જાય છે.
- હેડકીને બંધ કરવા માટે દૂધમાં સૂંઠ ઉકાળો અને એનાં 3 થી 4 ટીપાં નાકમાં નાંખો.
- જો તમે થોડી સેકન્ડ માટે શ્વાસ રોકી રાખો છો તો હેડકી બંધ થઇ જાય છે.
- ચપટી સૂંઠ લો અને થોડો ગોળ લઇને એક ચમચી ઘી સાથે ચાટવાથી આવતી હેડકી બંધ થઇ જાય છે.
- હેડકીને બંધ કરવા માટે લીંડીપીપરનું ચૂરણ સૌથી બેસ્ટ છે. આ માટે તમે લીંડીપીપરનું ચૂરણ લો અને મોરનાં પીંછાની ભસ્મ સરખા માપે લઇને મધ સાથે દિવસમાં દર ત્રણ કલાકે ચાટવાથી હેડકી અને ઉલટીમાંથી આરામ મળે છે.
- લસણ, ડુંગળી અને ગાજરનો રસ સુંઘવાથી આવતી હેડકી બંધ થઇ જાય છે અને સાથે ગળામાં પણ આરામ મળે છે.
- મરીને મધ સાથે મિક્સ કરીને એક ચમચી જેટલું ચાટવાથી હેડકીમાં રાહત મળે છે.
- તમને દરરોજ હેડકી આવતી હોય તો પ્રાણાયમ કરો. પ્રાણાયમ કરવાથી હેલ્થ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે.
- હેડકી આવે ત્યારે ઊંડા શ્વાસ લેવાનું શરૂ કરી દો. ઊંડા શ્વાસ લેવાથી હેડકીમાંથી રાહત મળે છે
Recent Comments