ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ધારી દ્વારા ઓરબીટ બેરીંગ્સ ઇન્ડિયા પ્રા.લિ. માટે પ્લેસમેન્ટ મેળાનું આયોજન આઈ.ટી.આઈ., ધારીના હીમખીમડી, તુલશીશ્યામ રોડ સ્થિત કેમ્પસ ખાતે તા. ૦૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં આઈ.ટી.આઈ.ના પાસઆઉટ તાલીમાર્થીઓ જોડાઈને રોજગારની તકનો લાભ લેવા જણાવવામાં આવે છે. કંપની દ્વારા પસંદગી પામનાર ઉમેદવારોને રૂ. ૧૫,૫૦૦થી રૂ. ૧૮,૦૦૦ સુધીનો માસિક પગાર ચૂકવવામાં આવશે.
ભરતી મેળામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ આધાર કાર્ડ તથા શૈક્ષણિક લાયકાતના જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. આ અંગે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ધારીના આચાર્યશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

















Recent Comments