રાષ્ટ્રીય

શિવરાત્રિના દિવસે ભોલેનાથને ઘરે ચઢાવો ઠંડાઇનો ભોગ, આ રીતે બનાવો તમે પણ

શિવરાત્રિના દિવસે તમે પણ ઘરે આ રીતે ઠંડાઇ બનાવો. આ ઠંડાઇ ઘરમાં બધાને બહુ ભાવશે. આ ઠંડાઇ તમે પ્રસાદમાં પણ મુકી શકશો. આ ઠંડાઇ તમે ઉનાળામાં પીશો તો ગરમીમાંથી અનેક રાહત મળશે. તો જાણી લો કેવી રીતે બનાવશો ઠંડાઇ.

સામગ્રી  

1.5 લીટર મલાઈ વાળુ દૂધ

1.5 વાટકી ખાંડ

બદામ

કાજુ

પિસ્તા

મગજતરીના બી

3 મોટી ચમચી ખસખસ

1 ચમચી વરિયાળી

કેસરના તાંતણા

એલચી

તજનો ટુકડો

મરીના ટુકડા

ગુલાબની પાંદડી

બનાવવાની રીત

  • ઠંડાઇ બનાવવા માટે સૌ પ્રથમ ફૂલ ફેટ મલાઈવાળુ દૂધ લો.
  • આ દૂધને મિડીયમ ગેસ પર ગરમ કરો.
  • દૂધ ઉકળવા આવે ત્યારે એમાં કેસર અને ખાંડ નાંખી દો.
  • ત્યારપછી 4-5 મિનિટ સુધી દૂધ ઉકાળો.
  • આ બધી પ્રોસેસ થઇ જાય એટલે બદામ, કાજુ, પિસ્તા, મગજતરીના બી, વરિયાળી અને ખસખસને એક સાથે પીસી લો.
  • હવે પેસ્ટ બનાવવા માટે થોડુ દૂધ પણ તમે ઉમેરી શકો છો.
  • પછી એલચી, ગુલાબની પાંખડી, તજ અને મરીને પીસી લો અને બારીક પાઉડર બનાવી લો.
  • ઉપર જણાવેલ મુજબ બધી જ પ્રોસેસ થઇ જાય પછી દૂધ કેટલુ ઉકળ્યુ છે એ ચેક કરી લો. જો દૂધ બરાબર ઉકળ્યુ ના હોય તો હજુ થોડી વાર સુધી ઉકાળો.
  • હવે એમાં સૂકામેવાની પેસ્ટને દૂધમાં મિક્સ કરી દો અને પાંચ મિનિટ સુધી ધીમા ગેસ પર ઉકળવા દો.
  • હવે ઉપર જણાવ્યા મુજબ બનાવેલો મસાલો આમાં એડ કરી દો.
  • તો તૈયાર છે ‘ઠંડાઇ’
  • આ ઠંડાઇમાં તમે ગુલાબની પાંખડી નાંખીને સર્વ કરો છો તો દેખાવમાં મસ્ત લાગશે.
  • આ ઠંડાઇમાં તમે બરફ પણ નાંખી શકો છો.
  • બરફ નાંખીને ઠંડાઇ પીશો તો પીવાની બહુ જ મજા આવશે.

Related Posts