અમરેલી

ઈંટ ઉત્પાદક એસોસિયેશન દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયાનું સન્માન કરવામાં આવ્યું

ઈંટો માટે ઉપયોગમાં લેવામાં આવતી માટીના પ્રશ્નનું જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું

જિલ્લામાં ઈંટો માટે માટીના પ્રશ્નોને લઇને ઈંટ ઉત્પાદક એસોસિયેશન દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાને રજૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત કૌશિકભાઇએ વહીવટી તંત્ર અને ગુજરાત સરકારમાં રજૂઆત કરીને પ્રશ્નનું સમાધાન કરાવી આપ્યું હતું.

ઈંટો બનાવવા માટે માટી ખૂબ મહત્વની બાબત છે અને એ મોટા પ્રશ્નનું નિરાકરણ આવતા ઈંટ ઉત્પાદક એસોસિયેશન દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાનું સન્માન કરવામાં આવ્યું. આ તકે પ્રજાપતિ સમાજ અને ભાજપ અગ્રણી શ્રી અલ્કા બેન ગોંડલિયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રજાપતિ સમાજ અમરેલીના શ્રી સુરેશભાઈ ગોંડલિયા, શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ, ધારીના શ્રી સુરેશભાઈ સરવૈયા, શ્રી અશોકભાઈ, ચલાલાના શ્રી જીતુભાઈ સરવૈયા, શ્રી કેતનભાઈ સરવૈયા, કુંડલાના શ્રી ગોબરભાઈ ઉકાભાઇ, શ્રી જગદીશભાઈ, બગસરાના શ્રી મુકેશભાઈ ધંધુકિયા, શ્રી ગોરધનભાઈ માલવી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા

Related Posts