લક્ષ્મી ડાયમંડ કુા.ના ૫૧ માં વષેમાં મંગલ પ્રવેશ નિમિતે ગજેરા ટ્રસ્ટુ તથા શાંતાબા જનરલ હોસ્પિષટલ દ્વારા ધારી તાલુકા કક્ષા નિઃશુલ્કત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો સર્વરોગ નિદાન કેમ્પ માં સાંસદ નારણભાઈ કાછડીયા અઘ્યક્ષપદે તથા પૂ.લવજીબાપુ નેસડી ઉદઘાટકપદે ઉપસ્થિયત રહયા. વતનના રતન વસંતભાઈ ગજેરા દ્વારા જિલ્લા માં થતી આરોગ્યા સેવાને આવકારીને હું ગજેરા ટ્રસ્ટ શાંતાબા જનરલ હોસ્પિટલ તથા લક્ષ્મી ડાયમંડને અભિનંદન આપુ છુ.-નારણભાઈ કાછડીયા-સાંસદ વસંતભાઈ ગજેરા ગરીબોના બેલી, નોધારાના આધાર તથા મઘ્યામવર્ગીય પરિવારોની આશા છે જે તેણે શાંતાબા હોસ્પિટલના માઘ્યમથી સાબિત કર્યુ છે પ.પૂ.લવજીબાપુ,ખોડલધામ નેસડી જિલ્લાંમાં આરોગ્ય શિક્ષણની સુવિધા ઉભી કરવામાં હું માત્ર નિમિત છુ.. આ બધી સુવિધા મારા જિલ્લા ની જનતા માટે છે..મારૂ કશું જ નથી.. બધી જ સુવિધા તમારી છે, જિલ્લા ની છે તેમ માની લાભ લઈ જીવનધોરણ સુધારો એ જ મારો લક્ષ્ય છે-વસંતભાઈ ગજેરા-ચેરમેન.ગરીબ તથા મઘ્ય મવર્ગીય પરિવાર,નિરાધારોના અરધી રાતના હોંકારા સમાન ભામાષા, વતનના રતન, કેળવણીકાર, ડાયમંડકિંગ વસંતભાઈ ગજેરા સ્થાપિત લક્ષ્મી ડાયમંડ કુા. ૫૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે તે નિમિતે ગજેરા ટ્રસ્ટવ-સુરત તથા શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા ધારી પટેલવાડી ખાતે ધારી તાલુકા કક્ષા નિઃશુલ્કષ સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના અઘ્યક્ષપદે તથા ખોડલધામ નેસડીના મહંત પ.પૂ.લવજીબાપુના ઉદઘાટક પદે અને જિ.ભાજપ પ્રમુખશ્રી કૌશિક વેકરીયા તથા ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા, ચેરમેનશ્રી વસંતભાઈ ગજેરાની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાયો હતો. આ તકે અતિથિવિશેષ તરીકે પૂર્વ ધારાસભ્ય શ્રીઓ ધારીના સરપંચ શ્રીમતિ જયશ્રીબેન વાળા, તા.પ.પ્રમુખ જયશ્રીબેન કાનાણી, જિ.પં.ઉપપ્રમુખ ભુપતભાઈ વાળા, તા.ભા.પ્રમુખ જિતુભાઈ જોષી, કમળાબેન ભુવા,અશ્વિનભાઈ કુંજડીયા, દિનેશભાઈ જોષી,મુનાભાઈ પટણી,હિરેનભાઈ હીરપરા,જયદિપભાઈ બસીયા,લાલજીભાઈ વેકરીયા, અગ્રણી હિરા ઉદ્યોગપતી અજય ચોક્ષી સહિતના આગેવાનો તથા મોટી સંખ્યાવમાં લાભાર્થી દર્દીઓ ઉપસ્થિપત રહયાં હતા.સૌનું શબ્દોોથી સ્વાગત પ્રવિણભાઈ કસવાલા એ કર્યુ હતુ
તથા વતનના રતન માન.વસંતભાઈ ગજેરા દ્વારા થતી સેવા બદલ ધારીના ભોજલરામ મિત્રમંડળ, બ્રહમસમાજ, પટેલ સમાજ, મુસ્લીમ સમાજ, વરીયા પ્રજાપતિ સમાજ તથા કિસાન સંઘ દ્વારા ભવ્ય તથા દિવ્ય સન્માન કરવામાં આવ્યું હતુ. પ્રાસંગિક પ્રવચનમાં કાર્યક્રમના અઘ્યપક્ષ માન.નારણભાઈ કાછડીયા, ઉદઘાટક પ.પૂ.લવજીબાપુ તથા જે.વી.કાકડીયા એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સેવાપુરૂષ માન.વસંતભાઈ ગજેરાની શૈક્ષણીક, આરોગ્ય તથા સામાજિક સેવાને આવકારી બિરદાવી હતી. તથા પ્રેરક ઉદબોધનમાં શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલના ચેરમેન માન.વસંતભાઈ ગજેરાએ જણાવ્યુ હતુ કે મારા તથા ગજેરા ટ્રસ્ટ દ્વારા જિલ્લા માં ઉભી કરવામાં આવેલ શૈક્ષણીક તથા આરોગ્ય સેવામાં હું માત્ર નિમિત બન્યોે છુ-મારૂ કશું જ નથી.. તમામ સુવિધાઓ તમારી જ છે.. જિલ્લા ની જનતાની છે જેનો મહતમ લાભ લેવા અપીલ કરી હતી. ધારી તાલુકા કક્ષા સર્વરોગ નિદાન કેમ્પમાં શાંતાબા જનરલ હોસ્પિટલના ડો. હિમ પરીખ, ડો.અજય વાળા, ડો.સ્નેાહા, ડો.વિશ્વા્ સહિતના દેવદૂત સમાન તમામ તબીબો,નર્સિસ,ટેકનીશિયન,બ્લડબેંક સ્ટાફ વિ.એ એકહજારથી વધારે દર્દીઓનું નિદાન કરીને વિનામુલ્યે. દવાઓનું વિતરણ કર્યુ હતુ. શાંતાબા જનરલ હોસ્પિટલના એમ.ડી. પિન્ટુ ભાઈ ધાનાણીના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત ધારી તાલુકા નિઃશુલ્કન સર્વરોગ નિદાન કેમ્પાને સફળ બનાવવા ભોજલરામ મિત્રમંડળ-ધારીની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ બાવીશીએ કર્યુ હતુ.




















Recent Comments