રાષ્ટ્રીય

હોટલ જેવું શાહી પનીર બનાવો આ રીતે ઘરે, લોકો ખાતા રહી જશે

આજના આ સમયમાં બાળકો પંજાબી ખાવાના બહુ શોખીન હોય છે. પંજાબી સબ્જી તો મોટાભાગના લોકોને ભાવતી હોય છે. જો કે પંજાબી સબ્જીમાં અનેક લોકોની ફરિયાદ રહેતી હોય છે કે ટેસ્ટમાં બહાર જેવું બનતુ નથી. આમ, જો તમારાથી પણ ઘરે શાહી પનીર ટેસ્ટમાં બરાબર બનતુ નથી તો આ રેસિપી નોંધી લો તમે પણ..

સામગ્રી

400 ગ્રામ પનીર

સમારેલી ડુંગળી

સમારેલા ટામેટા

એક નાનો ટુકડો આદુનો

તેલ

હળદર

લાલ મરચું

ખાંડ

એલચી

આદુ લસણની પેસ્ટ

ઝીણું સમારેલું લીલુ મરચું

કિચન કિંગ મસાલા

સ્વાદાનુંસાર મીઠું

કોથમીર

તાજી મલાઇ

બનાવવાની રીત

  • શાહી પનીર બનાવવા માટે સૌ પ્રથમ એક કડાઇમાં તેલ ગરમ કરવા મુકો.
  • આ તેલમાં ડુંગળી સાંતળી લો.
  • હવે ટામેટા સાંતળો.
  • ડુંગળી અને ટામેટા સંતળાઇ જાય એટલે હળદર, લાલ મરચું, અડધી ચમચી ખાંડ અને મીઠું નાંખીને બે મિનિટ સુધી થવા દો.
  • હવે આમાં આદુ લસણની પેસ્ટ એડ કરો અને બરાબર મિક્સ કરી લો.
  • આ પ્રોસેસ થઇ જાય પછી બીજી એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરવા મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે એમાં એલચી, જીણી સમારેલી ડુંગળી, સમારેલા મરચા, આદું નાખીને બરાબર મિક્સ કરી લો.
  • ત્યારબાદ આમાં મીઠું, કિચન કિંગ મસાલો નાંખીને બરાબર મિક્સ કરી લો અને ગેસ પર 10 મિનિટ માટે થવા દો.
  • હવે ડુંગળી અને ટામેટાના મિશ્રણમાં બ્લેન્ડર ફેરવીને ગ્રેવી બનાવી લો.
  • હવે એક કડાઇ લો અને એમાં તેલ ગરમ કરીને ગ્રેવી નાંખીને થોડુ પાણી એડ કરો.
  • પાણી એડ કર્યા પછી ફરી કિચન કિંગ મસાલો એડ કરો.
  • ત્યારબાદ લાલ મરચું નાખીને પનીરના ટુકળા નાંખો અને 15 મિનિટ સુધી થવા દો.
  • તો તૈયાર છે શાહી પનીર.

Related Posts