fbpx
રાષ્ટ્રીય

રાહુલ ગાંધી 1 મેના દિવસે ફ દાહોદ આવશે, આદિવાસી યાત્રાનો પ્રારંભ કરાવશે

ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 18 એપ્રિલના રોજ ગુજરાતની અંદર આવી રહ્યા છે ત્યારે મિશન ગુજરાતમાં રાહુલ ગાંધી સ્થાપના દિવસે દાહોદમાં આવશે.   ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત આવશે. દાહોદના કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કે જેઓ 2022 ની ચૂંટણીને ધ્યાનમાં રાખી આવી રહ્યા છે ત્યારે તેમની વ્યવસ્થાને અંતિમ ઓપ આપવા માટે શનિવારે બેઠક યોજવામાં આવશે.    જેમાં કોંગ્રેસના તમામ આદિવાસી ધારાસભ્યોની બેઠક ની અંદર હાજર રહેશે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસ 1મેના રોજ યોજવામાં આવશે અને આ દિવસે ગુજરાતનો સ્થાપના દિવસ છે. ત્યારે દાહોદ ની અંદર તેઓ સભા કરશે અને આદિવાસી યાત્રાની પણ શરૂઆત ત્યાંથી કરવામાં આવશે તેને લઈને કોંગ્રેસે તૈયારીઓ પણ તેજ કરે છે. કોંગ્રેસને તમાંમ આદિવાસી ધારાસભ્યો ને આ માટે હાજર રહેવા આમંત્રણ પણ કર્યું છે.   આદિવાસીઓના વિવિધ હક્કો અને માંગ ને લઈને આદિવાસી યાત્રાનો પ્રારંભ એક મે ના રોજ રાહુલ ગાંધી ના હસ્તે થવા જઇ રહ્યો છે ત્યારે એ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કાર્યક્રમ દાહોદ વિસ્તારની અંદર યોજવામાં આવશે જ્યાં તેઓ સભાને સંબોધિત કરશે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

Follow Me:

Related Posts