અમરેલી

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને રાજસ્થાન રાજયમાંથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ તથા
અમરેલી ઇ.ચા. પોલીસ અધિક્ષકશ્રી જયવીર ગઢવી સાહેબ નાઓએ અમરેલી
જિલ્‍લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા
આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્‍લા
પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સાવરકુંડલા રુરલ પો.સ્ટે.
ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૨૦૬૯૬/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૪૪૭, ૩૭૯, ૧૧૪ મુજબના
ગુનામાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા
લીસ્ટેડ આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે રાજસ્થાન રાજયમાંથી
પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશનમાં
સોંપી આપેલ છે.
 પકડાયેલ આરોપીઃ –
અયુબ નૂરદીન ઉર્ફે નુરખાન કલર, ઉ.વ.૪૫, રહે.હિંડાલ ગોલ, કબ્રસ્તાનની પાસે,
તા.જિ.ફલોદી (રાજસ્થાન).
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-

આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ,
જીજ્ઞેશભાઇ અમરેલીયા, ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા,
ગોકુળભાઇ કળોતરા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા,
પરાક્રમસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts