અમરેલી

દામનગર ગુરુકુળ પરિસર માં યુવક સહકારી તાલીમ પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો

દામનગર: ગુજરાત રાજ્ય સહકારી સંઘના આશ્રયે દામનગર સ્થિત શ્રી સહજાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તા. 09/03/2026 થી 14/03/2026 દરમિયાન યુવક સહકારી શિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ વર્ગમાં વિદ્યાર્થીઓએ નિયમિત હાજરી આપી સહકારી ક્ષેત્ર અંગેની તાલીમ મેળવી હતી. તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને યુવક સહકારી તાલીમ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષભાઈ સંઘાણી સાહેબ, કોઠારી સ્વામી શ્રી ચંદ્રપ્રસાદદાસ સ્વામીજી, હરજીભાઈ નારોલા, તેમજ શ્રી સહજાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ નિલેશભાઈ કોલડીયા સાહેબ, કાકડીયા સાહેબ, નીતિન સાહેબ, બિમલ પંડ્યા સર, જૈમીન પંડ્યા સર, રામાણી સાહેબ, ભાવેશ સાહેબ, દીપ્તિ મેડમ, રિદ્ધિ મેડમ સહિત તમામ ઉપસ્થિત મહાનુભાવો તથા કોલેજ સ્ટાફ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં સહકારી ક્ષેત્ર અંગે જાગૃતિ અને સમજણ વધે તેમજ તેઓ ભવિષ્યમાં સહકારી ક્ષેત્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Related Posts