fbpx
ગુજરાત

સુરત:એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ગર્ભવતી પરિણીતાને બળજબરીથી દવા પીવડાવી પોતે પણ દવા પી લીધી.!

સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી પરિણીતાને એક તરફી પ્રેમમાં પાગલ હમવતની યુવકે બળજબરી કરી દવા પીવડાવી દીધી હતી જેથી પરિણીતાને ગર્ભ પડી ગયો હતો. આ ઘટના બાદ યુવકે પણ દવા પી લીધી હતી જેથી બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. તેમજ એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી.

મળતી માહિતી મુજબ મૂળ તેલગાણાની વતની યુવતીના લગ્ન વર્ષ 2020માં થયા છે. અને હાલ તે ગોડાદરા વિસ્તારમાં પતિ સાથે રહે છે. યુવતીએ કોલેજના પહેલા વર્ષ સુધીનો અભ્યાસ વતનમાં કર્યો છે. ત્યારે તેના બાજુના ગામ પાસે રહેતા દુર્ગેશ યાકૈયા બોનાગીરી સાથે મિત્રતા થઇ હતી. અને તેઓ એકબીજાને ઓળખતા હતા. ગત પાંચમીના રોજ યુવતી ઘરે એકલી હતી ત્યારે બપોરના સમયે દુર્ગેશ તેણીના ઘરે આવ્યો હતો. તે સમયે દુર્ગેશે યુવતીને કહ્યું હતું કે હું તને પ્રેમ કરું છું જેથી યુવતીએ કહ્યું હતું કે મારા લગ્ન થઇ ગયા છે દોઢ માસની પ્રેંગનેન્સી છે તું કેમ આવી વાત કરે છે તેમ કહ્યું હતું જેથી રોષે ભરાઈને દુર્ગેશે તેણીના ભાઈને મારી નાખવાની ધમકીઓ આપી હતી અને બાદમાં ધમકી આપી પોતાની બેગમાંથી દવા કાઢી યુવતીને જબરદસ્તી પીવડાવી દીધી હતી. અને બાદમાં પોતે પણ તે દવા પી લીધી હતી. સાંજના સમયે બંને જણા બેભાન મળતા તેઓને હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં યુવતીનો ગર્ભપાત થઇ ગયો હતો. પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી હતી. યુવતીએ સ્વસ્થ થઈને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે અમારી વચ્ચે 6 વર્ષથી પ્રેમ સબંધ છે અમે એકબીજા વગર જીવી શકતા નથી જેથી આત્મહત્યા કરી રહ્યા છે તેવો ઉલ્લેખ હતો. આથી પોલીસે આ અંગે નોંધ કરી તપાસ શરુ કરી હતી પરંતુ યુવતીએ સ્વસ્થ થઈને નોંધાવેલી ફરિયાદમાં દુર્ગેશે બળજબરી ગળું દબાવી આ સ્યુસાઈડ નોટ લખાવી હોવાનું જણાવ્યું હતું. આ મામલે પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી છે. અને વધુ તપાસ હાથ ધરી છે

Follow Me:

Related Posts