ગુજરાત

ભાજપના રાજમાં બેરોજગારોનો રાફડો ફાટયો : અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી બેરોજગાર યુવાનોએ ગુજરાત મોડેલની પોલ ખોલી નાંખી

તાજેતર માં જ ગુજરાત સરકાર દ્રારા સમગ્ર ગુજરાતમાં ખાલી પડેલ તલાટીમંત્રીની ભરતી પ્રક્રીયા માટે ફોર્મ ભરવાની જાહેરાત આવેલ જેમાં સમગ્ર ગુજરાતમાં માત્ર ને માત્ર ૩૪૦૦ જેટલી ખાલી પડેલ તલાટીની જગ્યા સામે ૧૭.૦૦ લાખ જેટલા બેરોજગાર યુવાનોએ ફોર્મ ભર્યા છે, જે ગુજરાતની ભાજપ સરકારની નિષ્ફળતા બતાવે છે, છેલ્લા ર૭ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, અને ભાજપના શાસનમાં ગુજરાતની હાલાત દીન પ્રતિદીન કફોડી બનતી જાય છે, આજે સમગ્ર ગુજરાતમાં બેરોજગારીનો રાફડો ફાટયો છે, માત્ર ને માત્ર ભાજપ સરકાર વાતો ની ગુલબાંગો ફેંકતી જોવા મળે છે, આજે ગુજરાતના યુવાનને શિક્ષણ મેળવ્યા પછી રોજગારી મેળવવામાં ફાફા પડી રહયા છે, જે ભાજપ સરકારની નિષ્ફળતા સાબિત કરે છે. આજે ગુજરાતના યુવાનને સારૂ શિક્ષણ તથા રોજગારી મેળવવા માટે બીજા રાજયો તથા બીજા દેશો તરફ મીંટ માડવી પડે છે, અને દીન પ્રતિદીન ગુજરાતનું યુવાધન રોજગારી મેળવવા માટે બીજા રાજયો તથા દેશ તરફ પ્રયાણ કરવા લાગ્યા છે, આ ગુજરાતની ભાજપ સરકાર જો યુવાનોને સારૂ શિક્ષણ અને રોજગારી ન આપી શકતા હોય તો સતામાં રહેવાનો કોઈ જ અધિકાર તેમને નથી, ગુજરાતનો યુવાન આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપ વિરૂધ મતદાન કરીને સતા માંથી ભાજપને હાંકી કાઢવાનું કામ કરશે.

Related Posts