અમરેલી

સાવરકુંડલા લાયન્સ ક્લબ પરિવાર તરફથી હોશિયાર વિદ્યાર્થીઓ નો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો 

સાવરકુંડલા લાયન્સ ક્લબ પરિવાર તરફથી હોશિયાર વિદ્યાર્થીઓ નો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો લાયન્સ ક્લબના પ્રમુખ કરસનભાઇ ડોબરિયા અને લાયન્સ ક્લબના જ દેવચંદભાઈ કપોપરા કમલભાઈ સેલાર અને ભરતભાઇ બોઘરા સહિતના લાયન્સ ના તમામ સદસ્યો અને તેમના પરિવારજનો બાળકો સાથેની વિશાળ સંખ્યામાં હાજરી હતી. કે. જી. થી કોલેજ સુધીના હોશિયાર એક થી ત્રણ માં આવેલા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું સાવરકુંડલા ખાતે મહુવા રોડ પર આવેલ અશોક વાટિકા ફાર્મ માં યોજાયેલા આ ઇનામ વિતરણ સમારંભમાં સાવરકુંડલાના ડીવાયએસપી કે. જે.ચૌધરી અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત સાવરકુંડલા પટેલ સમાજના પ્રમુખ ભનુભાઈ ડોબરીયા સાવરકુંડલા લાયન્સ ક્લબના પ્રમુખ કરસનભાઇ ડોબરિયા ના વરદ હસ્તે આ કે. જી. થી કોલેજ સુધીના એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે ડીવાય એસપી ચૌધરીએ લાયન્સ ક્લબના ઇનામ વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ બિરદાવી આવકાર્યો હતો ત્યારે અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાતે  જણાવ્યું કે આપના બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવવો મા બાપ નો આદર કરવો અને સારા સંસ્કાર આપવા તેમજ બાળકોને મોબાઈલમાંથી મુક્ત કરી જૂની રમતો અને વધારેમાં વધારે શિક્ષણ પ્રત્યે કેમ કાળજી રાખી શકાય અને બાળકને હોશિયાર કરી શકાય તેવા પ્રયાસ કરવા વાલીઓને ટકોર કરી હતી . લાયન્સ ક્લબના પ્રમુખ કરસનભાઇ ડોબરિયા એ આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં બાળકો સાથે તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ સારો સહકાર આપવા બદલ આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ લાયન્સ ક્લબના કાર્યક્રમમાં આવો જ સહકાર આપવા અપીલ કરી હતી.

Related Posts