fbpx
અમરેલી

સહકારી પ્રવૃતિએ દેશની નવી ઓળખ આપી છે – સંઘાણી

કેન્દ્રીય મંત્રી રૂપાલા, રાજય મંત્રી વર્મા, પૂર્વમંત્રી પ્રભુ ,સહકાર મંત્રાલય સચિવ જ્ઞાનેશકુમાર, ડો.ચંદ્રપાલસિંહ,દહગય ચેરમેન સંઘાણી,ડો.બિજેન્દ્રસિંહ,જયોતિદ્ર મહેતા સહિત દ્રિગ્જનો ઉપસ્થિત સહકારી આંદોલનનો પાયો મજબૂત બની ચુકયો છે તેના ઉપર મજબૂત ઈમારત બાંધવાનું કામ આપણે સૌએ અને આગળની પેઢીએ કરવાનું છે કારણ કે છેવાડાના માનવીનો સર્વાગી વિકાસ,વ્યવસાય અને રોજગારીના હેતુ સાથેની શરૂ થયેલ સહકાર પ્રવૃતિ લોકભોગ્ય બનવા સાથે અનેક પડકારોને પાર કરીને આગળ વધી રહેલ છે તેવા સમયે આ ક્ષેત્રની સહકારી પ્રવૃતિઓ માટેનો તૈયાર થયેલ રોડ મેપ દેશના રાજયોને સુચનાર્થે પણ મોકલી અપાયાનું નવિ દિલ્હી ખાતે કેન્દ્રીય સહકાર વિભાગ અને એન.સી.યુ.આઈ.ના સંયુકત ઉપક્રમે આયોજીત કાર્યક્રમમાં બોલતા દેશના સર્વ પ્રથમ સહકાર મંત્રી અમીતભાઈ શાહ એ જણાવેલ.

સહકાર થી સમૃધ્ધિ તરફની આ યાત્રાને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અલગ કેન્દ્રીય સહકાર મંત્રાલયની રચના કરીને આ કાર્યને વેગ આપવાનું કામ કરેલ છે. આઝાદીના અમૃત મહોત્સવ વેળા સંકલ્પ સાથે ર૦૪૭ ની સાલને સહકારી પ્રવૃતિના શિખર વર્ષ તરીકે નિહાળવાનું આહ્વાન કરેલ. સહકારી પ્રવૃતિ દેશ અને છેવાડાના માનવી માટે લાભકારક છે. સરકાર ના આત્મનર્ભરિ ભારત રચનામા મહત્વનો ભાગ ભજવી રહેલ હોય તો તે સહકાર છે. દૂનિયામા સૌથી વધુ પ્રમાણમા સહકારી યોજના અને પ્રવૃતિઓ ભારતમા છે જે સાથે દેશના ૯૧ ટકા ગામડાઓ કોઈનેકોઈ સહકારી પ્રવૃતિથી સંકળાયેલા છે. સંબોધતા શાહ એ જણાવેલ કે મોડેલ પેટા નિયમોનો હેતુ પી.એ.સી.એસ.ને બહુહેતુક બનાવવાનો છે સહકાર યુનિર્સીટી સ્થાપીસંસ્થાઓને વિકસાવવા ઉપર કામ કરી રહી છે તાજેતરમા સરકારે મોટા પ્રમાણમા ફંડ કોમ્પ્યુટરાઈઝીંગ ના હેતુસર ફાળવેલ છે જે આ ક્ષેત્રને વેગ આપશે. ભારતની સહકારી સંસ્થાઓએ છેલ્લા ૧૦૦ વર્ષમા નોંધપાત્ર કાર્ય કર્યુ છે અને અનેક પડકારો હોવા છતા દેશમા સહકારી ચળવળ મજબુતીથી આગળ વધી રહી નું જણાવેલ

એન.સી.યુ.આઈ., ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ કે દેશના વિકાસમા સહકારી માળખાનું યોગદાન નોંધનીય છે. દેશમાં સહકારી ક્ષેત્રના હાર્દને જાળવવા સાથે સંસ્થાના નફાને સીધ્ધાજ ખેડૂતોના બેંક ખાતામા જમા આપવાનું કામ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કર્યુ છે. સંઘાણીએ વધુમા જણાવેલ કે, આત્મનર્ભરિતા એટલે ટેકનોલોજી અને તેથી જ ઉત્પાદન ક્ષેત્રમા આત્મર્નિભર થવુ એટલુ પર્યાપ્ત નથી જનજન આર્થીક રીતે આત્મનર્ભરિ બને ત્યારે દેશ સ્વયંમ આત્મનર્ભરિ બની જશે તેવા વિશ્વાસ સાથે કેન્દ્ર સરકાર સહકારીતના માધ્યમથી સહકારી પ્રવૃતિએ વિશ્વને નવી ઓળખ આપી છે ઉતરોતર આગળ વધતી અને લોકવિશ્વાસ ધરાવતી આ પ્રવૃતિ વિકાસના નવા નવા આયામો પાર કરી રહી છે તેના મૂળમા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી–સહકાર મંત્રી અમીતભાઈ શાહની સહકાર થી સમૃધ્ધિ તરફથી વિકાસ નીતી છે. દિલ્હી ખાતે આયોજીત કાર્યક્રમમા અમીતભાઈ શાહ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા, રાજયમંત્રી બી.એલ.વર્મા, પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ, ચંન્દ્રપાલસિંહ, ડો.બિજેન્દ્રસિંહ, જયોતિદ્ર મહેતા ( મામા ), એન.સી.યુ.આઈ.ના સી.ઈ.ઓ મહાજન સહિત સમગ્ર દેશભરના સહકારી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા. એન.સી.યુ.આઈ. અને સહકાર મંત્રાલય અધિકારીગણે કાર્યક્રમને સફળ બનાવેલ તેમ અખબારી યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts