ભાવનગર મહાનગરપાલિકાની મુસદ્દારૂપ નગર યોજના નં. ૨૯ (અકવાડા)ને આખરી કરવાં માટે નગરરચના અધિકારી તરીકે શ્રી એલ.આર. શેઠની નિમણૂંક કરવામાં આવી છે. નગર નિયોજકના હોદ્દાની રૂએ તેઓએ તા.૧૧-૦૭-૨૦૨૨ ના રોજ આ હોદ્દો સંભાળી લીધો છે.
આ બાબતે હીત ધરાવતી કે અસરગ્રસ્ત વ્યક્તિઓને ગુજરાત સરકારના રાજ્યપત્રમાં આ અધિસૂચના પ્રસિધ્ધ થયાનાં ૨૦ દિવસની અંદર તેમના વાંધા નગર રચના અધિકારીને જણાવવાના રહેશે.
અકવાડાની નગરરચના અંગેના દસ્તાવેજો કચેરી સમય દરમિયાન નીરીક્ષણ કરી શકશે. આ ઉપરાંત કચેરીમાં દસ્તાવેજોની સમજૂતી આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ નગર રચના અધિકારી તથા નગર નિયોજક, ભાવનગર નગર રચના યોજના, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
















Recent Comments