ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના સ્થાપના દિવસની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરા ખાતે ઉજવણી થઈ છે.
રાજધાની નવી દિલ્લી ખાતે કૃષિ પ્રધાન શ્રી નરેન્દ્રસિંહ તોમર અને અન્ય પ્રધાન, મહાનુભાવોની મુખ્ય ઉપસ્થિતિ સાથે દૂર સંપર્ક પ્રણાલીથી આ ઉજવણીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો જોડાયા હતા.
સણોસરા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા શ્રી નિગમ શુક્લના નેતૃત્વમાં લોકભારતી યુનિવર્સિટીના શ્રી વિશાલભાઈ ભાદાણી તથા શ્રી રાજેન્દ્રભાઈ ચોવટિયાએ ઉપસ્થિતિ ખેડૂતોને પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું હતું. આયોજનમાં શ્રી શીલાબેન બોરીચા સાથે શ્રી સરોજબેન ચૌધરી રહેલ.
Recent Comments