અમરેલી ના સિનિયર એડવોકેટ એમ એ કુરેશી આજરોજ વિધિવત રીતે કોંગ્રેસ પક્ષ માં જોડાયા. અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા એ અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિ ના મહામંત્રી તરીકે એડવોકેટ એમ એ કુરેશી વર્ણી કરી કોંગ્રેસ પરિવારમાં એડવોકેટ એમ એ કુરેશી નું પુષ્પગુંછ અને મો મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું. આ તકે અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા અમરેલી જિલ્લા કૉંગ્રેસ મહામંત્રી જનક પંડ્યા ગુજરાત કૉંગ્રેસ લીગલ સેલના મહામંત્રી નિશિત પટેલ અમરેલી જિલ્લા કૉંગ્રેસ લીગલ સેલ ના પ્રમુખ અશ્વિનસિંહ ગોહિલ .અમરેલી શહેર કૉંગ્રેસ ઉપ પ્રમુખ મનુભાઈ ગોંડલીયા અમરેલી જિલ્લા એસ સી સેલ ના ઉપ પ્રમુખ હિરેન ટીમણીયા સહિત ના આગેવાનો ઉઓસ્થિત રહ્યા હતા. એવી અમરેલી શહેર કૉંગ્રેસ ઉપ પ્રમુખ મહેશ સોમૈયા ની એક અખબારી યાદી જણાવે છે.
અમરેલી ના સિનિયર એડવોકેટ એમ એ કુરેશી આજરોજ વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા

Recent Comments