રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર-ભાવનગરની રાહબરી નીચે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી, ભાવનગર સંચાલિત આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત તાલુકા/ઝોન અને જિલ્લા/મહાનગરપાલિકાકક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધા યોજાનાર છે.
આ સ્પર્ધામાં ભાગ લેનાર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ફરજિયાત શાળા-કોલેજ મારફત ફોર્મ ભરવાનું રહેશે. આ સ્પર્ધા ૬ થી ૧૪ વર્ષની વયજુથ, ૧૫ થી ૨૦ વર્ષની વયજુથ, ૨૧ થી ૫૯ વર્ષની વયજુથ, ૬૦ વર્ષથી ઉપરના કુલ ૪ વયજુથની સ્પર્ધાનું આયોજન થનાર છે જેમાં ૬૦ વર્ષથી ઉપરના કલાકારોએ સીધી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે.
સૌ પ્રથમ તાલુકાકક્ષા/ઝોનકક્ષાએ ૧૪ સ્પર્ધા નું આયોજન થશે. જેમાં પ્રથમ વિજેતા સ્પર્ધક જિલ્લાકક્ષાએ ભાગ લેવા જશે. ત્યાર બાદ સીધી જિલ્લાકક્ષાએ ૯ સ્પર્ધાઓનું આયોજન થશે.
મહાનગરપાલિકાકક્ષાએ ઝોનકક્ષાની આયોજક સંસ્થામાં ઝોન-૧ બી.એમ.કોમર્સ હાઇસ્કુલ, ઝૉન-૨ એમ.એસ.લાખણી, ઝોન-૩ દક્ષિણામુર્તિ વિનય મંદિર, ઝોન-૪ સનાતન ધર્મ સ્કુલ, ઝોન-૫ નૈમિષારણ્ય સ્કુલ, ઝોન-૬ સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ, ઝોન-૭ વિદ્યાવિહાર માધ્યમિક શાળા, ઝોન-૮ સહજાનંદ ગુરુકુળ સ્કુલ, અકવાડા, ઝોન -૯ સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર, ફૂલસર આ રીતે ઝોનકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર કલાકાર/સંસ્થાએ જે તે ઝોનમાં પ્રવેશપત્ર તા ૨૩/૦૮/૨૦૨૨ સુધીમાં કન્વીનરશ્રીને આપવાના રહેશે.
જિલ્લાકક્ષાએ તાલુકાકક્ષાની આયોજક સંસ્થામાં ભાવનગર આઇ.ઇ.ડી. હૉલ સામપરા સિદસર, , ગારિયાધાર તાલુકામાં કે.એમ.બોરડા હાઇસ્કૂલ, સુરનગર, ગારિયાધાર, ઘોઘા તાલુકામાં શ્રી માધ્યમિક શાળા, વાળૂકડ, જેસર તાલુકામાં શ્રી બ.ગો. મેહતા હાઈસ્કૂલ, મહુવા તાલુકામાં જે.પી.પારેખ હાઈસ્કૂલ, મહુવા, પાલીતાણા તાલુકામાં શ્રી ચ.મો.વિધાલય પાલિતાણા, શિહોર તાલુકામાં શ્રી વિવિધલક્ષી હાઈસ્કૂલ સોનગઢ, તળાજા તાલુકામાં શ્રી વિવેકાનંદ વિધામંદિર, દિહોર, ઉમરાળા તાલુકામાં શ્રી પી.એમ.સર્વોદય હાઈસ્કૂલ, વલ્લભીપુર તાલુકામાં ગંભીરસિંહજી હાઇસ્કૂલ, વલ્લભીપૂર, તાલુકાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર કલાકાર/સંસ્થાએ જે તે તાલુકામાં પ્રવેશપત્ર તા ૨૩/૦૮/૨૦૨૨ સુધીમાં કન્વીનરશ્રીને આપવાના રહેશે.
સીધી પ્રદેશકક્ષાએ ઓડીસી, મોહિની અટ્ટમ, કુચિપુડી, સિતાર, ગિટાર, વાયોલિન, વાંસળી સ્પર્ધાનું આયોજન થશે. સીધી રાજ્યકક્ષાએ પખાવજ, મૃદગમ, સરોદ, સારંગી, ભવાઇ, જોડિયા પાવા, રાવણ હથ્થો સ્પર્ધાનું આયોજન થશે.
સીધી જિલ્લાકક્ષાની સ્પર્ધાના પ્રવેશપત્રો જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ખાતે તા. ૨૩/૦૮/૨૦૨૨ સુધીમાં આપવાના રહેશે. વધુ વિગત માટે કચેરીના બ્લોગ એડ્રેસ – dsosportsbvr.blogspot.com પરથી પ્રવેશપત્રનો નમૂનો મેળવી શકાશે.
Recent Comments