રાજકીય પક્ષોને સંકલિત મુસદ્દા મતદાર યાદીની ફાળવણી કરવામાં આવી
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/08/Election-Commission-of-India-01.jpg)
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર તા.૧/૧૦/૨૦૨૨ની મતદાર તરીકે લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિભાગોમાં મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આ અંગેના અહેવાલો તા.૧૨ ઓગસ્ટ – ૨૦૨૨ના રોજ બેઠકમાં ઉપસ્થિત રાજકીય પક્ષોના પ્રતિનિધીશ્રીઓને આપવામાં આવી હતી.
આ બેઠકમાં રાજકીય પક્ષના પ્રતિનિધીઓને અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યુ હતુ કે, જિલ્લામાં તા.૧૨/૦૮/૨૦૨૨થી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશમાં રાજકીય પક્ષો પણ આગળ આવે અને નવા મતદારોની નોંધણી માટે પ્રયાસ કરે. જિલ્લામાં આગામી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી દરેક બુથ પર નવા મતદારોની નોંધણી તેમજ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ ઝુંબેશ હાધ ધરવામાં આવશે. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રતિનિધીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments