તાજેતરમાં લેવાયેલ NEET પરીક્ષામાં – 2022માં ગણેશ શાળા – ટીમાણાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિધ્ધી
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/09/IMG-20220910-WA0014-491x620.jpg)
તાજેતરમાં લેવાયેલ NEET પરીક્ષા માં – 2022 માં ગણેશ શાળા – ટીમાણાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિધ્ધી. તાજેતરમાં જાહેર થયેલ NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST -૨૦૨૨ માં ગણેશ શાળા- ટીમાણાના વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણાંક સાથે વિશેષ સિધ્ધી મેળવેલ છે. તળાજા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ટીમાણા ગામની ગણેશ શાળામાં અભ્યાસ કરતાં પંડયા મોહિત હિંમતભાઈ,( 625/720 માર્ક ) ટીમાણા, ચૌહાણ વિભૂતિબેન ભરતભાઈ( 619/720 માર્ક ) ઉમરલા, કુચા આરતીબેન રૂપાભાઈ( 595/720 માર્ક ) હમીરપરા, બારૈયા હેતલબેન મોહનભાઈ( 590/720 માર્ક ) દયાળ તેમજ શાળાના અન્ય વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણાંક સાથે વિશેષ સિધ્ધી મેળવી પોતાના પરિવાર, શાળા તેમજ પોતાના ગામનું ગૌરવ વધારેલ છે.
Recent Comments