fbpx
બોલિવૂડ

સૌને હસાવવા વાળા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ બધાને રડાવી ચાલ્યા ગયા

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ નથી રહ્યા. કોમેડિયન અને એક્ટર રાજુ શ્રીવાસ્તવનું બુધવારે નિધન થયું છે. 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યા બાદ તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવ 58 વર્ષના હતા. દિલ્હીના એક જીમમાં કસરત કરતા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

રાજુ શ્રીવાસ્તવના આમ અચાનક અલવિદા કહેવાથી બધા ચોંકી ગયા છે. બોલિવૂડ અને ટીવી કોરિડોરમાં શોકનો માહોલ છે. આ સમાચાર પર કોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો. સોશિયલ મીડિયા પર ભીની આંખો સાથે ફેન્સ અને સેલેબ્સ કોમેડિયનને યાદ કરી રહ્યા છે. તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જે ચહેરો હંમેશા હસતો જોવા મળતો હતો, પછી તે ટીવી સ્ક્રીન પર હોય કે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર, પોતાના શનદાર સંન્સ ઓફ હ્યુમરને કારણે કરોડો લોકોના દિલો પર રાજ કરવા વાળા રાજુનું આમ અલવિદા કહેવું શોકિંગ છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં રાજુની ઉણપ કોઈ ભરી શકશે નહીં.

રાજુ શ્રીવાસ્તવ પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખતા હતા. રાજુ જીમ અને વર્કઆઉટ કરવાનું ચૂકતા ન હતા. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતા અને હંમેશા ફેન્સને હસાવવાનો જ તેમનો હેતુ હતો. તેમના ઇન્સ્ટા એકાઉન્ટ પર તમને ઘણા મજેદાર અને ફની વીડિયો જોવા મળશે. રાજુ શ્રીવાસ્તવ હવે આ કોમિક વીડિયો દ્વારા ચાહકોની યાદોમાં રહેશે. રાજુ પોતાની પાછળ પત્ની અને બે બાળકોને છોડી ગયા છે.

રાજુ શ્રીવાસ્તવ શોબિજ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતું. તેમણે ઘણી ફિલ્મો અને શોમાં કામ કર્યું હતું. રાજુએ રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. રાજુને તેની ઓળખ કોમેડી શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જથી મળી હતી. આ શોની સફળતા બાદ રાજુએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. રાજુ શ્રીવાસ્તવ એક્ટર, કોમેડિયન હોવાની સાથે સાથે નેતા પણ હતા. તેઓ ભાજપ સાથે જોડાયેલા હતા. રાજુને વગર કોઈ પણ ગોડફાધરે આટલી સફળતા મેળવવી એ પ્રેરણાદાયક છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/