અમરેલી

અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ઉત્તરાખંડ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ વિરુદ્ધ કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ઉત્તરાખંડના ધારાસભ્ય અને ઉત્તરાખંડના પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ બંસીધર ભગત દ્વારા તાજેતરમાં બાળકોના એક કાર્યક્રમમાં માતા સરસ્વતી દેવી માતા લક્ષ્મીદેવી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ વિશે અમર્યાદિત ભાષાનો ઉપયોગ કરી ધાર્મિક લાગણી દુભાઈ તેવા આશય સાથે જે બફાટ કરવામાં આવ્યો તે અતિ નિંદનીય છે જેને જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા સખત શબ્દ માં વખોડી કાઢવામાં આવેલ છે અને ભાજપ દ્વારા છાશવારે આ પ્રકાર ના નિવેદન આપી અને હિન્દૂ સમાજ ની લાગણી ને અપમાનિત કરવા માં આવે છે તે બદલ આ કૃત્ય આચરનાર ઉપર કડક કાર્યવાહી ની પણ માંગણી કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં અમરેલી વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ મોનીલ ગોંડલીયા અમરેલી શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ તેજસ મસરાણી અમરેલી શહેર યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ ધ્રુવલ નિમ્બાર્ક અમરેલી શહેર યુથ મહામંત્રી જયરાજ મયાત્રા અલ્પેશ દૂહેરા પરવેઝ નાગાણી સાગર ટાંક કૌશિક બારૈયા રોહિત માધડ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા હતા.

Related Posts