ભાવનગર

તાલીમાર્થીઓને ઇવીએમ-વીવીપેટનાં સંચાલનની કામગીરી અંગે માહિતગાર કરાયા

વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ અંતર્ગત ૧૦૫- ભાવનગર (પશ્ચિમ) વિધાનસભા મતક્ષેત્ર સાથે સંકળાયેલ કર્મચારીઓની ફેઝ- ૨ ની આજરોજ તા:૨૩-૧૧-૨૦૨૨ નાં રોજ વિસ્તૃત માર્ગદર્શન સહિત તાલીમ વર્ગ યોજાયા હતા.

        આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતોની સમજ આપવામાં આવી હતી. આ લોકશાહીના પર્વમાં વિવિધ સરકારી વિભાગના પોલીંગ ઓફિસરોને ઇવીએમ-વીવીપેટનાં થીયરી તથા પ્રેકટીકલ બાબતો તેમજ જરૂરી વૈધાનિક ફોર્મ ભરવા જેવી બાબતો સહિતની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા

        આ તાલીમ કાર્યક્રમમાં મતક્ષેત્રના ચુંટણી અધિકારી સુ.શ્રી મનીષા બ્રહ્મભટ્ટ દ્વારા તમામ બાબતોની વિસ્તૃત છણાવટ સાથે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. આ તાલીમ કાર્યક્રમમાં જીલ્લા નોડલ અધિકારીશ્રી, ટ્રેનીંગ મેનેજમેન્ટ શ્રી તપન વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts