આજ તા. ૦૬ જાન્યુઆરી ર૦ર૩ ના રોજ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયાના વરદ હસ્તે ખાંભા તાલુકાના ચક્રાવા અને અનીડા ગામ ખાતે રૂા. ૬ર લાખના વિવિધ વિકાસના કામોના ખાતમુહુત કરવામાં આવ્યા હતા. જેમાં જીલ્લા પંચાયત સભ્યને મળતી નાણાપંચની ગ્રાન્ટ માંથી ચક્રાવા ગામ ખાતે રૂા. રપ લાખના ખર્ચે કોઝવે તેમજ અનીડા ગામ ખાતે રૂા. ર૦ લાખના ખર્ચે સ્કુલ, રૂા. ૦૭ લાખના ખર્ચે આંગણવાડી, રૂા. ૦પ લાખના ખર્ચે ગેઈટ અને રૂા. ૦પ લાખના ખર્ચે આંબેડકર હોલ નિર્માણ પામશે.
આ તકે જીલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ ફીંડોળીયા, જીલ્લા પંચાયત સભ્ય શ્રી અરવિંદભાઈ ચાવડા, અમરેલી જીલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી આનંદભાઈ ભટ્ટ, તાલુકા પંચાયત સભ્ય શ્રી ભુપતભાઈ ભુવા, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવણલાલ વેકરીયા, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ડિરેકટર શ્રી અતુલભાઈ રાદડીયા, અનીડા સરપંચ શ્રી હરેશભાઈ ચોડવડીયા, સરપંચશ્રી–ચક્રાવા સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.














Recent Comments