ભાવનગર

ભાવનગરના સિહોર ખાતે તા.૧૭ ફેબ્રુઆરીના રોજગાર ભરતી મેળો યોજાશે

મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગર અને આઈ. ટી. આઈ. સિહોર, જી. ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૫ એકમ (કંપની) માં ટ્રેનિંગ કેન્દ્ર મેનેજર, ઑફિસ એક્સિક્યુટિવ, ડિજિટલ માર્કેટિંગ એક્સિક્યુટિવ, ITI- AOCP ઓફિસ એક્સિકયુટિવ, ડિજિટલ માર્કેટિંગ એક્સિક્યુટિવ, ટ્રેનિંગ કેન્દ્ર મેનેજર જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે.

જેમાં ITI – FITTER / ELECTRICIAN / WIREMAN / AOCP, ૧૨ પાસ તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા. ૧૭/૦ર/ર૦ર૩ (શુક્રવાર), સવારે ૧૧:૦૦ કલાકે, આઈ. ટી. આઈ.- સિહોર, મું. સિહોર, જી. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૫ (પાંચ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે જે મદદનીશ નિયામક (રોજગાર), ભાવનગર ની યાદી માં જણાવેલ છે.

Related Posts