હિમાચલ પ્રદેશમાં ડીજે વાગતા જ જાનૈયાઓ બેફામ, કન્યાપક્ષવાળા ધોકો વડે જાનૈયા પર તૂટી પડ્યા
જાનૈયાઓએ કન્યાપક્ષના લોકો સાથે મારામારી કરી. કન્યાના કાકા અને મોટા બાપૂના માથા ફોડી નાખ્યા. ઘટનાથી નારાજ થયેલી દુલ્હન લગ્ન કરવાની ના પાડી દીધી. પછી તો શું જાન લીલાતોરણે પાછી ગઈ. આ મામલાની ફરિયાદ પોલીસને કરવામાં આવી. આ કિસ્સો હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાનો છે. ડીજે વાગતા જ જાનૈયા ભાન ભૂલ્યા અને બાદમાં પરિવારના લોકોએ ધોકાવાળી કરી. આ દરમિયાન ભારે ગડદાંપાટૂ થયાં. કાંગડાના ફતેહપુર ઉપડંલનો આ કિસસો છે. ગ્રામ પંચાયત મિંતાના ગામ ભટોલી બ્રાહ્મણામાં બુધવાર રાતે જાન આવી હતી.
આ દરમિયાન ડીજે વગાડી જૈનાયા ડાંસ કરી રહ્યા હતા. બાદમાં કન્યાના કાકા અને મોટા બાપૂ આવ્યા જાનૈયાને મારવા લાગ્યા. કહેવાય છે કે, અમુક વિધિ પણ થઈ ગઈ હતી. આ દરમિયાન ડીજેમાં નાચતા જાનૈયા બેકાબૂ થયા અને કન્યા પક્ષના લોકો તેમને સમજાવવા ગયા હતા. હાલમાં છોકરીના કાકા અને મોટા બાપૂને માથામાં ઈજા થઈ છે. પીડિત પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. છોકરીના પિતાનું કહેવું છે કે, આમા અમારો કંઈ વાંક નથી. જાનૈયા અને કન્યાપક્ષના લોકો સાથે ઝઘડો થયો હતો. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
Recent Comments