fbpx
અમરેલી

દામનગર પાલિકા તંત્ર દ્વારા વેરા વસુલાત ઝુંબેશ પાંચ થી વધુ મિલકતો ને શીલ કરતા ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલા નો સપાટો

દામનગર શહેર ની “ડ” વર્ગ ધરાવતી નગરપાલિકા તંત્ર દ્વારા વેરા વસુલાત ઝુંબેશ વેગ માં ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલા નો સપાટો વધુ પાંચ મિલકતો ને સિલ લાંબા સમય થી બાકીદારો ની મિલકતો શીલ કરી અગાઉ ત્રણ થી વધુ મિલકતો ને  સીલ કર્યા બાદ આજરોજ નગરપાલિકા દ્વારા વેરા વસુલાત બાબતે ૩ કોમર્શિયલ મિલ્કતો ને સીલ કરવામાં આવેલ છે અને હજુ આગામી સમય માં પણ આ કાર્યવાહી કરવામાં આવશે આ તમામ કામગીરી ચીફઓફિસર શ્રી રઘુવીરસિંહ ઝાલા સાહેબ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે લાંબા સમય થી વેરો ન ભરતા મિલ્કત ધારકો સામે પાલિકા તંત્ર ની વેરા વસુલાત ઝુંબેશ સંગીન બનાવતું તંત્ર વેરા વસુલાત માટે સમગ્ર સ્ટાફ દ્વારા કડક ઉઘરાણી થઈ રહી છે.

Follow Me:

Related Posts