આ ભાજપ સરકાર દેશની પ્રજાને લુંટવાનું પણ ચુકી નથી, આ કપરી પરિસ્થિતીમાં લોકોને મદદ કરવા ને બદલે આ ભાજપ સરકાર સરકારી તિજોરી ભરવાનું કામ કરી રહી છે, જયારે સમગ્ર વિશ્વમાં ક્રુડ ઓઈલના ભાવ તળીયે છે ત્યારે આ ભાજપ સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ દિન પ્રતિદિન વધારીને દેશને પ્રજાને મોઘવારીનો ડામ આપી રહી છે, આંતરરાષ્ટ્રીય બજારની સાથે ઈન્ડિયન બાસ્કેટમાં ફ્રૂડ ઓઈલની કિંમતો છે૬ત્સિલા ૧૦ મહિનામાં ૩૦% થી ૩પ% ઘટી છે, ભારતીય કંપનીઓ રશિયાથી પ્રતિ બેરલ ૧૩ ડોલર સસ્તુ ફ્રૂડ ઓઈલ ખરીદી રહી છે.
ફેબ્રુઆરીમાં રશિયાથી તેલની ખરીદી ૩પ% ટકા પર પહોંચી ગઈ છે, જે સાઉદ અરબ તેમજ યુ.એઈ થી થનારી સંયુકત તેલ ખરીદીથી વધુ છે, પરંતુ તેલ કંપનીઓએ આ ઘટાડાનો ફાયદો સામાન્ય લોકોને થયો નથી, કપંનીઓનું એવું કહેવું છે કે તેને ડીઝલના વેચાણ પર નુકશાન થઈ રહયું છે, તે પૂર્વમાં સસ્તુ પેટ્રોલ વેચવા પર થયેલા નુકશાનીની ભરપાઈ કરી રહયા છે, જોકે બ્રોકરે ફમ૬/ગ્:ત્સ આઈસીઆઈસીઆઈ છૂટક વેચાણ હવે નફાનો સોદો છે. ભારતીય તેલ કંપનીઓ પેટ્રોલ ડીઝલની કિંમતોના હિસાબ નકકી કરે છે, ફ્રુડના ભાવ નકકી કરતા નથી. યુરોપમાં ઈંધણ ખુબ જ મોઘું છે, તેથી ભારતમાં તેના ભાવ વધારે છે, તેલ કંપનીઓ રશિયા તેલના આયાતથી બચત કરીને તેનો ઉપયોગ પૂર્વમાં થયેલા નુકશાનની ભરપાઈ કરી રહયા છે,
કંપનીઓનો દાવો છે ભાજપ સરકાર તરફથી નકકી કરેલા ભાવ પર રસોઈ ગેસ જેવા પ્રોડકટ વેચવા પર તેને નુકશાન થઈ રહયું છે, એલપીજી માટે સરકારે આ વર્ષે ફકત રર હજાર કરોડ રૂપિયાની સબસીડી આપી છે. કંપનીઓનો દાવો છે કે વાસ્તવિક નુકશાન તેના બેગણાથી વધુ છે. ૧૦ મહિનામાં ફ્રૂડ ઓઈલની કિંમતો ૧ર રૂપિયા પ્રતિ લિટરે ઘટી છે, ભારતીય બાસ્કેટમાં જૂન–ર૦રર ના ૧૧૬ ડોલર પ્રતિ બેલરની સરખામણીએ ફ્રૂડ ઓઈલ ૮૧ ડોલર પર આવી ગયું છે, આથી પેટ્રોલ – ડીઝલની કિંમતો પ્રતિ લિટરે રૂ. પ થી ૮ રૂપિયા ઘટાડો થવો જોઈએ જે આ ભાજપ સરકાર કરતી નથી ? તેવો વેધક સવાલ પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીઓ કર્યો છે.
Recent Comments