fbpx
ગુજરાત

ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત વિશ્વવન દિને ‘પ્રકૃતિ સાથે પ્રેમાલાપ’ કાર્યક્રમ

ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત તા.૨૧, માર્ચના  રોજ સાંજે ૬.૦૦ કલાકે અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલ ખાતે યોજાશે. વિશ્વવનદિન નિમિત્તે ‘પ્રકૃતિ સાથે પ્રેમાલાપ’ કાર્યક્રમનું આયોજન થયું છે. કાર્યક્રમના અધ્યક્ષ દિલ્લી સાહિત્ય અકાદમીના ભાગ્યેશ જહા  રહેશે.  

સુપ્રસિદ્ધ વક્તા કાજલ ઓઝા-વૈદ્ય, કૃષ્ણકાંત ઉનડકટ અને RJ દેવકી વક્તવ્ય આપશે. તળાજાના વતની અને જાણીતા કવયિત્રી રક્ષા શુક્લ લિખિત વન-ઉપવનના ઉલ્લાસને આલેખતું પુસ્તક ‘પારિજાત પેલેસ’નું વિમોચન થશે. મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અતિથિવિશેષ અને સંચાલન ડૉ. નિસર્ગ આહીર કરશે. પ્રકૃતિના પારણાને ઝુલાવતા આ કાર્યક્રમમાં પધારવા જાહેર નિમંત્રણ  પાઠવવામાં આવે છે. પ્રવેશ વિના મૂલ્યે રહેશે.

Follow Me:

Related Posts