કેસરિયા તેરા ઈશ્ક હૈ પિયા…આ ગીત આમ તો ફિલ્મ બ્રહ્માસ્ત્રનું છે. ખુબ લોકપ્રિય છે અને તે સોશિયલ મીડિયા પર ખુબ પસંદ પણ પડ્યું છે. પરંતુ હાલ આ ગીત એક અનોખા કારણસર ચર્ચામાં છે. વાત જાણે એમ છે કે સિંગર સ્નેહદીપ સિંહે આ ગીતને પાંચ ભાષાઓમાં ગાયું છે અને તેને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ગીતને પીએમ મોદીના અધિકૃત ટિ્વટર એકાઉન્ટ પરથી પણ શેર કરવામાં આવ્યું છે.
પીએમ મોદીએ સ્નેહદીપ સિંહ દ્વારા પાંચ ભારતીય ભાષાઓમાં ગવાયેલા આ કેસરિયા ગીત વિશે લખ્યું છે કે તે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવાની એક મહાન અભિવ્યક્તિ છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી કાર્યાલયએ ટ્વીટ સંદેશમાં લખ્યું છે કે ‘પ્રતિભાશાળી સ્નેહદીપ સિંહ કલસી દ્વારા પ્રસ્તુત આ અદભૂત ગીયનને મે જાેયું છે. માધુર્ય ઉપરાંત આ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની એક મહાન અભિવ્યક્તિ છે.
અતિ ઉત્તમ!’ એવું તો શું છે આ વીડિયોમાં?.. વાત જાણે એમ છે કે સ્નેહદીપ સિંહે આ વાયરલ વીડિયોમાં કેસરિયા તેરા રંગ હૈ પિયા…ગીત ગાયું છે. આ ગીતને તેમણે ૫ અલગ અલગ ભાષાઓમાં મલિયાલમ, તેલુગુ, કન્નડ, તમિલ અને હિન્દીમાં ગાયું છે. જેને લઈને સોશિયલ મીડિયામાં સ્નેહદીપના ખુબ વખાણ થાય છે. પીએમ મોદીના આ ટ્વીટ પર લોકોએ રિએક્શન આપતા સ્નેહદીપની પ્રશંસામાં લખ્યું છે કે આ ગીત મિલે સુર મેરા તુમારા જેવું લાગી રહ્યું છે.
Recent Comments