અમરેલી જિલ્લાના દામનગર ખાતે પી.એમ.શ્રી દામનગર શાળા-૨માં જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના હસ્તે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ આંગણવાડીના ૦૮, બાલવાટિકાના ૨૪ તથા ધોરણ-૧ના ૦૪ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી તેમની શિક્ષણયાત્રાનો શુભ પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નવભારત સાક્ષરતા મિશન અંતર્ગત સાક્ષરતા વર્ગનો પણ જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે જ, શાળાએ આવનજાવન માટેના વાહનને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્ત્વ સમજાવી નિયમિત અભ્યાસ, શિસ્ત અને સંસ્કાર સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વાલીઓને પણ બાળકોના શિક્ષણમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી.
આ પ્રસંગે આયોજિત રસીકરણ કેમ્પમાં તમામ વિદ્યાર્થીઓનું ૧૦૦ ટકા રસીકરણ થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ વાલીઓને જાગૃત બની સહકાર આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારીશ્રી લાઠીના અધ્યક્ષ સ્થાને શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ રિવ્યૂ મેળવી અને જરૂરી સૂચનાઓ આપી હતી. કલેક્ટરશ્રીએ આંગણવાડીની મુલાકાત કરી અને ભૂલકાઓ સાથે ઉમંગપૂર્વક આંગણવાડીના બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં લાઠી-બાબરાના પ્રાંત અધિકારીશ્રી બ્રહ્મભટ્ટ, દામનગર નગરપાલિકાના પ્રમુખશ્રી તથા સદસ્યશ્રીઓ, ટી.પી.ઓ.શ્રી લાઠી, સી.ડી.પી.ઓ.શ્રી લાઠીસ લાયઝન અધિકારીશ્રીએ હિરેનભાઈ પટેલ, તેમજ સ્વાસ્થ્ય વિભાગના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
















Recent Comments