એક અધિકારીએ જણાવ્યું કે, શનિવારે વહેલી સવારે મુંબઈના પશ્ચિમી ઉપનગર બોરીવલીમાં એક ૩૦ વર્ષીય વ્યક્તિની તેના મિત્રને હથોડી વડે હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આરોપી રામ પુકાર સાહાની જ્યારે પણ પીડિત અજીત કુમાર સહાની (૩૩)ને મળતો ત્યારે દેખીતી રીતે અપમાનજનક ટિપ્પણીઓ કરતો હતો અને હત્યા કરવા પાછળ કરવા માટે આ કારણ હાલ સામે આવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. રામ અને અજીત દેવીપાડા વિસ્તારમાં રહેતા હતા અને કડિયાકામ કરતા હતા. તેઓ ઘણીવાર એક જ સાઇટ પર કામ કરતા અને સાથે મુસાફરી કરતા હતા.પોલીસના જણાવ્યા મુજબ, રામ હંમેશા અજિતને જાેઈને ટિપ્પણીઓ કરતો હતો અને તે અજિતને પરેશાન કરતો હતો. શનિવારે સવારે રામની કેટલીક ટિપ્પણીઓને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. લડાઈ દરમિયાન, રામે હથોડી પકડીને અજિતના માથા પર મારી હતી જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. હત્યા બાદ રામ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, કલાકો પછી તેની બોરીવલીથી ધરપકડ કરવામાં આવી હતી, અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ (હત્યા) હેઠળ તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
મુંબઈનાં બોરીવલીમાં ૩૦ વર્ષીય વ્યક્તિની તેના મિત્રએ જ હથોડી વડે હત્યા કરી


















Recent Comments