ફિલિપાઈન્સમાં સ્મ્મ્જીનો અભ્યાસ કરનારા ભારતના વિદ્યાર્થીઓ માટે વાલીઓ મેદાને ઉતર્યા છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના વાલીઓએ દ્ગસ્ઝ્રના ગેજેટમાંથી મુક્તિ આપવાની માગ કરી. નેશનલ મેડિકલ કમિશને ૧૮ નવેમ્બર ૨૦૨૧ના રોજ નવું ગેજેટ લાગુ કર્યું છે. ત્યારે વર્ષ ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧ની બેચના વિદ્યાર્થીઓને તે ગેજેટમાંથી મુક્તિ આપવા વાલીઓએ રજૂઆત કરી.
ફિલિપાઈન્સમાં સ્મ્મ્જીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પ્રિ-મેડિકલ કોર્ષના સમયગાળાને ૫૪ મહિનામાં સમાવવા માંગ ઉઠી છે અને અગાઉના વર્ષોમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનો જુના ગેજેટ મુજબ જ અમલીકરણ કરવા માગ થઈ રહી છે. વાલીઓની રજૂઆત છે કે અમારા જેવા મધ્યમવર્ગનાં બાળકો મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં આપણાં દેશમાં પોતાનું કેરિયર બનાવવા માંગતા હોય છે, પરંતુ આ ક્ષેત્રે હાલની પરિસ્થિતિ મુજબ દર વર્ષે દ્ગઈઈ્ ની પરીક્ષામાં પાસ કર્યા પછી પણ મેડિકલ પ્રોફેશનમાં જવા માટે દ્ગઈઈ્ ની પરીક્ષામાં ખુબજ ઉંચી હરીફાઈ અને સામે મેડિકલ કોલેજાેમાં લિમિટેડ જગ્યાઓ જેમાં સરકારી મેડિકલ કોલેજ તેમજ સેમી-સરકારી જગ્યાઓમાં એડમિશન મળતા નથી. ત્યારબાદની જે સીટો પ્રાઈવેટ મેડિકલ કોલેજાેમાં હોય કે પછી મેનેજમેંટ કવોટાની હોય તેમાં મહેનત કરવા છતા પણ મોટે ભાગે ઉંચા ફીના માળખાને કારણે અમારા જેવા પરિવારના બાળકો ને ડૉકટર બનાવી શકાતા નથી. ત્યારે પોતાના બાળકોની ડૉકટર બનાવવાની મહત્વાકાંક્ષાને રોળી પણ શકીએ નહીં, જેથી અમારા બજેટમાં જે અમે કરી શકીએ તે પણ લોન લઈને વિદેશમાં અલગ-અલગ દેશમાં મેડિકલ શિક્ષણ માટે મોકલીએ છીએ,જ્યાં અમો સાડા પાંચ વર્ષના સમયગાળામાં લગભગ ૩૫ થી ૪૫ લાખ જેવો ખર્ચ કરીએ છીએ.


















Recent Comments