સુરતના પલસાણામાં ૯ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મબાળકીને ઉઠાવી જઈને નરાધમ નજીકના શેરડીના ખેતરમાં લઈ ગયો હતો

સુરતના પલસાણામાં ૯ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે. પલસાણાં રાત્રી દરમિયાન એક બાળકીને આરોપી યુવક પોતાની સાથે ઉઠાવી જઈને નજીકના શેરડીના ખેતરમાં પહોંચ્યો હતો. જ્યાં બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યુ હતુ. આરોપી યુવક કાંતિલાલ ડોડીયાર મધ્યપ્રદેશના રતલામનો છે અને તે મજૂરી કામ કરવા માટે થઈને એકાદ સપ્તાહ અગાઉ જ સુરત આવ્યો હતો.
જ્યાં તેણે બાળકીને આવતા જાેઈ હતી, જેને બાદમાં રાત્રી દરમિયાન ઉંચી કરીને ખેતરમાં લઈ ગયો હતો. આરોપી યુવકે માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પરંતુ એક સાઈકલ સવારની નજર પડતા તેને તેના ઘર સુધી પહોંચાડી હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી. આરોપી યુવકને પોલીસે ઝડપી લઈ પૂછપરછ હાથ ધરી છે. આરોપીને સાથે રાખીને સ્થળ પર જઈ જરુરી પુરાવાઓ પોલીસે એક્ઠા કર્યા છે.
Recent Comments