ગુજરાત

દાહોદમાંST બસ, ઈક્કો અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત, એકનું મોત

દાહોદમાં એસ ટી બસ, ઇક્કો અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. લીમખેડા હાઇવે પર આ ઘટના બની હતી. એસ ટી બસે એક્ટિવા અને ઇક્કોને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સ્રજાયો હતો. જેમાં એક્ટિવા પર સવાર મહિલાનું મોત થયું હતું, જ્યારે એક્ટિવા ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડ્યા. અમદાવાદથી દાહોદ આવતી એસટીએ બે ગાડીને ટક્કર મારી હતી. રાત્રિ દરમિયાન આ ઘટના બની હતી. પોલીસ અને હાઇવે ઓથોરિટીની ટીમે દોડી આવી કામગીરી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Related Posts