સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે આવેલ લોકવિદ્યા મંદિરનાં સંસ્થાપક પરમ પૂજ્ય વડીલ શ્રી કાન્તિ દાદા પરસાણાને સામાજિક પ્રવૃત્તિ, વિદ્યા પ્રવૃત્તિ, ગૌ સેવા સવર્ધન અને ગાંધી વિચાર ધારા પ્રચાર અને અનેકવિધ સામાજીક કાર્ય માટે ગુજરાત રાજ્યનાં ગવર્નર આદરણીય દેવ વ્રત આચાર્યશ્રીનાં વરદ હસ્તે ગતરોજ” ધરતી રત્ન” એવોર્ડથી સન્માનીત કરવામાં આવી રહ્યા છે તે બદલ સમગ્ર સાવરકુંડલા પંથકના શુભેચ્છકો દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. ખરેખર એમનાં સેવાકાર્યો બિરદાવવા લાયક છે અને આજે તેમની યશકલગીમાં એક પિચ્છું ઉમેરાતાં સમગ્ર ગ્રામજનો ગૌરવની લાગણી અનુભવતાં જોવા મળ્યા હતાં
સાવરકુંડલા તાલુકાના સમસ્ત થોરડી ગામ માટે ખૂબ હરખાવા જેવુ, ગૌરવ અને આનંદની વેળા.. ખરેખર હર્ષની વાત.


















Recent Comments