fbpx
અમરેલી

સાવરકુંડલા નગરપાલિકાની સામાન્યસભા મળી ગઈ ; બહુમતી એ ઠરાવ મંજુર.. 

સાવરકુંડલા નગરપાલિકા ખાતે લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા તેમજ શહેર સંગઠનના માર્ગદર્શન હેઠળ મેહુલભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને સામાન્યસભાના ઠરાવો બહુમતીએ મંજુર કરવામાં આવેલ હતા  સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના સભાખંડ સામાન્ય સભા મળેલ હતી આ સામાન્યસભામાં વિવિધ પ્રકારના વેરામાં વધારો કરવા આવ્યો હતો. બીજો મુદ્દો જેસર રોડ અને ભુવારોડ બાયપાસ પાસે બે સર્કલ બનાવવામાં આવેલ જેમાં જનભાગીદારીમાં ૮૦ અને ૨૦ ની યોજના મુજબ તે પણ  ઠરાવ બહુમતી એ પસાર કરવામાં આવેલ હતો એટલે પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના પ્રથમ પ્રમુખ પણાં માં મળેલ સામાન્ય સભામાં ઠરાવો બહુમતીએ મંજુર થયેલ હતા આ સામાન્ય સભામાં ઉપપ્રમુખ પ્રતિક નાકરાણી કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ દંડક અજયભાઈ ખુમાણ પક્ષનેતા  જનકબેન કરસનભાઈ આલ , તેમજ વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, સદસ્યો , ચિફ ઓફીસર સહિત કર્મચારીઓ પણ આ સામાન્ય સભામાં ઉપસ્થિત રહેલ હતા

Follow Me:

Related Posts