અમરેલી

મુકેશ સઘાણીની સેવાભાવનાને ચોમેર આવકાર ૫૧-મા જન્મદિવસે સસ્થાઓ દ્રારાસેવાકાયો

લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, સરદાર ધામ, ખોડલધામ મહિલા સમિતિ દ્રારા વિવિધ સેવાકાર્યો યોજાયા

અમરેલીના અગ્રેસર યુવા આગેવાન સેવાકાર્યના પ્રહરી મુકેશ સઘાણીના ૫૧-મા જન્મ દિવસને અમરેલી ખાતે અનેક સસ્થાઓએ લોકસેવાના કાર્યોથી ઉજવીને સેવાના માનવી મુકેશ સઘાણી પ્રતિકૃતજ્ઞતા વ્યકત કરી છે જેમા..

શ્રી લેઉવા પટેલ ચેરી ટેબલ ટ્રસ્ટ દ્રારા હનુમાન પરાના રેલ્વે કોસીંગ પાસે ભુલકાઓને બટુક ભોજન પીરસવામા આવેલ, સરદાર ધામ સસ્થા દ્રારા અમરેલીના મણિનગર વિસ્તાર સ્થિત માનસિક વિકાસ કેન્દ્રમા નિવાસ કરતા લોકોને બપોરનુ આત્મીય ભોજન કરાવવામા આવેલ તેમજ કુકાવાવ રોડ ઉપર ધાબળા વિતરણ કરવામાં આવેલ જયારે અમરેલી જીલ્લા ખોડલ ધામ મહિલા સમિતિ દ્રારા વિધવા બહેનોને રાશન કીટ અર્પણ કરવામા આવી હતી આમ વિવિધ માનવસેવાકિય પ્રવૃતિ સાથે મુકેશ સઘાણીના જન્મ દિવસને યાદગાર બનાવવામા આવેલ, આ તકે ઉપસ્થિત સસ્થાના આગેવાનોએ પણ મુકેશ સઘાણીની માનવ સેવાની સરાહના સાથે અભિનદન પાઠવ્યા હતા તેમ સસ્થાઓની અખબારી યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts