સાવરકુંડલા તાલુકામાં બેવડી ઋતુના કારણે આંબાના બગીચામાં ફાલ ખરવા લાગ્યો.બાગાયત આંબાના બગીચા ધરાવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો.
સાવરકુંડલા તાલુકામાં જાન્યુઆરી માસ આવતા જ આંબાના વૃક્ષમાં કેરીના આવરણોનો આવવાની શુભ શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે બેવડી ઋતુનો કારણે સાવરકુંડલા તાલુકાના આંબાના બગીચાઓની ખેતી કરતા ખેડૂતોની માઠી દશા બેઠી હોય અને આંબાના વૃક્ષોને ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ ઘડાયો હોવાની પ્રતીતિ થઈ રહીછે આંબાના બગીચાની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આંબાના વૃક્ષોની ખેતી કરીને વાર્ષિક કમાણી કરતા ખેડૂતોની ચિંતીત જોવા મળી રહીછે. સાવરકુંડલા તાલુકામાં કેસર કેરીના બગીચા સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેરીના બગીચા ખેડૂતો ધરાવે છે એક વર્ષની મહેનત બાદ કેરીના બગીચાની કમાણી ખેડૂતો મળતી હોયછે પરંતુ આ વર્ષે બેવડી ઋતુના કારણે આંબામાં ફાલ ખરવા લાગ્યો છે આ વર્ષે ત્રણ ફાલ આવ્યા છે. અમુક બગીચામાં આગોતરા ફાલ આવ્યો છે તો અમુક બગીચામાં પાછોતરો ફાલ આવ્યો છે.
શિયાળાની ઠંડી ઓછી પડવાને કારણે આંબામાં ફાલ ઓછો આવે છે સવારમાં ઝાકળ અને દિવસ દરમિયાન ગરમી પડવાથી આંબાના વૃક્ષમાં જોવા મળી રહેલ મોર ખરવા લાગતો જાય છે. સાવરકુંડલા તાલુકામાં ચાર વર્ષ પહેલા તોક્તે વાવાઝોડાએ બાગાયતી ખેતીનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો હતો વર્ષોના બગીચાને જમીનદોસ્ત કરી નાખ્યા હતા ખેડૂતોએ ફરી સમય વીતતા આંબાના બગીચા ઊભા કર્યા છે પરંતુ દર વર્ષે સિઝન આવતાની સાથે કોઈને કોઈ માર સહન કરવો પડી રહ્યો છે બેવડી ઋતુ અને ધુમ્મસના કારણે આંબામાં આવેલ મોર ખરતો જાય છે હાલના સમયમાં આંબામાં મોર જોવા મળી રહ્યો છે તેની જગ્યાએ નાની કેરી આવી જતી હોય છે ખેડૂતો ખરતા ફાલને અટકાવવા માટે દવાનો છંટકાવ કરી રહ્યા છે પરિણામે કોઈ સુધારો આવતો નથી જિલ્લામાં મોટાભાગની આંબાવાડીમાં ડબલ ઋતુઓનો માર પડી રહ્યો છે. આ સંદર્ભે પીઠવડીના ખેડૂત બાબુભાઈ સુહાગિયાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે આંબાવાડી ધરાવતા ખેડૂતોને દર વર્ષે નુકશાની વેઠવાનો વારો આવતો હોય છે ક્યારેક ભારે પવનના કારણે ફાલ ખરી જતો હોય છે તો ક્યારેક કમોસમી વરસાદનો માર સહન કરવો પડે છે આ વર્ષે બેવડી ઋતુના કારણે બાગાયતી આંબાના બગીચામાં ફાલ ખરવા લાગ્યો છે સાથોસાથ રોગચાળો પણ વધુ જોવામાં મળી રહ્યો છે. વાતાવરણ અનુકૂળ ન હોવાથી થ્રીપ ગળા જેવા રોગ લાગી ગયા છે કેસર કેરીના રસિયાઓને કેરીનો સ્વાદ મોંઘો પડે તેવા અણસાર જોવા મળી રહ્યો છે. તો સેંજળના ખેડૂત શેલારભાઈ ખુમાણે આ સંદર્ભે પોતાની અભિવ્યક્તિમાં જણાવ્યું હતું કે
સાવરકુંડલા તાલુકામાં આંબાના બગીચા વધુ આવેલા છે. અમરેલી જીલ્લો આંબાવાડીની ખેતીમાં અગ્રેસર રહ્યો છે જિલ્લામાં અંદાજિત આઠ હજાર હેક્ટરમાં આંબાની બાગાયતી ખેતી આવેલી છે. આ વર્ષે બેવડી ઋતુનો કારણે આંબામાં ફૂગજન્ય રોગોની શક્યતાઓ વધી છે. ઝાકળ અને બેવડી ઋતુઓના કારણે ફાલ ખરવાની ફરિયાદ ખેડૂતોની વધી છે ખેડૂતોએ આંબાના બગીચામાં અવલોકન કરવું જોઈએ. ફૂગ નાશક દવાનો ખાસ છટકાવ કરવો જોઈએ. આંબા કુદરતી ગુણધર્મ ધરાવે છે. પોતામાં જે ફલાવરિંગ આવે છે એમાંથી અમુક ફલાવરિંગ ટકતું હોય છે
Recent Comments