fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનમાં મરિયમ નવાઝે PM તરીકે શપથ લીધા

પાકિસ્તાનમાં ઈતિહાસ રચાયો છે. વિવિધ ઝઘડાઓ, વિરોધ અને વિલંબ વચ્ચે, ઁસ્ન્-દ્ગ નામાંકિત મુખ્યમંત્રી પદના ઉમેદવાર મરિયમ નવાઝે શુક્રવારે ૧૮મી પંજાબ વિધાનસભામાં નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ શપથ લીધા. પાકિસ્તાનમાં ૮ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી. ત્યારથી પાકિસ્તાનના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પહેલા હિંસા અને પછી કથિત હેરાફેરીના અહેવાલો વચ્ચે ઁસ્ન્-દ્ગ નામાંકિત મુખ્ય પ્રધાન ઉમેદવાર મરિયમ નવાઝે પાકિસ્તાનમાં ૧૮મી પંજાબ એસેમ્બલી (ઁછ) માં શપથ લીધા. મરિયમ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી છે અને પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલી પ્રથમ મહિલા છે.

પંજાબના ગવર્નર બલીગુર રહેમાને આ સત્ર બોલાવ્યું હતું જેમાં મહિલાઓ અને લઘુમતીઓ માટે આરક્ષિત બેઠકો પર સાંસદોને આંશિક રીતે સૂચિત કરવામાં આવ્યા હતા. આજનું સત્ર સવારે ૧૦ વાગ્યે શરૂ થવાનું હતું, જાે કે, તે બે કલાકથી વધુ મોડું થયું અને પછી આ શુક્રવારની નમાઝ માટે સ્થગિત કરવામાં આવ્યું. ત્યારબાદ બપોરે ૨.૩૦ વાગ્યે સત્ર ફરી શરૂ થયું અને પંજાબ એસેમ્બલીના આઉટગોઇંગ સ્પીકર સિબતૈન ખાને ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવ્યા. તેમણે તમામ સાંસદોને તેમની નવી ભૂમિકાઓ ગ્રહણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમની સફળતાની શુભેચ્છા પાઠવી હતી. પંજાબના મુખ્યમંત્રી પદ માટે પીએમએલ-એનના ઉમેદવાર મરિયમ નવાઝ, પૂર્વ સંઘીય મંત્રી મરિયમ ઔરંગઝેબ અને પીટીઆઈ નેતા આમિર ડોગર હાજર રહ્યા હતા, ત્યારબાદ મરિયમને પંજાબની કમાન સોંપવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, પંજાબ એસેમ્બલી ૩૭૧ બેઠકો સાથે પાકિસ્તાનનું સૌથી મોટું ચૂંટાયેલું ગૃહ છે, જેમાંથી ૨૯૭ સામાન્ય બેઠકો અને ૭૪ અનામત બેઠકો છે, જેમાંથી ૬૬ મહિલાઓ માટે અને આઠ લઘુમતીઓ માટે છે. ૮ ફેબ્રુઆરીએ ૨૯૬ સામાન્ય બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, કારણ કે એક બેઠક પર ઉમેદવારના મૃત્યુને કારણે મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts