અમરેલી

સાવરકુંડલામાં આવેલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર એટલે દર્દીઓ માટે આશીર્વાદ રૂપ ઋગ્ણાલય

આમ તો મોંઘીદાટ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈને જે આરોગ્યલક્ષી પરિણામ મળે તેના જેવું કે ઘણીવખત તે કરતાં સારું પરિણામ સાવરકુંડલા શહેરની આરોગ્ય ક્ષેત્રે અનોખી ઓળખ પ્રસ્થાપિત કરનાર વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (નિશુલ્ક) હોસ્પિટલમાં આવતાં દર્દીનારાયણનો સ્વાનુભવ તેના શબ્દોમાં આપ વાચકો સુધી.  ખાંભા ગામના વતની બાબુભાઈ ટાપણીયાનુ હદય નબળુ પડી ગયું પરિણામ સ્વરૂપ તેમણે સુરત વિનસ હોસ્પિટલમાં સ્ટેન્ડ મુકાવેલ. એક વર્ષ સુધી સારવાર લીધી કોઈ રાહત થઇ નહિ.  અમદાવાદ યુ એન મહેતા હોસ્પિટલમાં  પણ એક વર્ષ સુધી સારવાર લીધી પરંતુ કોઈ રાહત થઇ નહિ. ટૂંકા શ્વાસ થયા,ફેફસામાં પાણી ભરાઈ ગયા. સોજા ચડી ગયા. ઉંઘ પણ ન આવતી . ખાવાનું ભાવતું ન હતું . છેલ્લે કંટાળીને વતનમાં અહીં સાવરકુંડલા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા.અહી એમ.ડી. ડો.વાણીયા સાહેબની સારવાર હેઠળ રાહત થવા લાગી.૨૫ દીવસનું રોકાણ થયુ. ડો.વાણીયા સાહેબ તેમજ અન્ય સ્ટાફની સારવાર કારગત નીવડી. આ હોસ્પિટલમાં સ્વછતા તેમજ જમવાની સગવડતાથી તે ખૂબ સંતુષ્ટ થયાં હતાં એમ પણ તેમણે જણાવ્યું હતું  આ ઉપરાંત પોતાને મળેલ શ્રેષ્ઠ નિશુલ્ક સારવારના સંદર્ભે તમામ દર્દીઓએ આ હોસ્પિટલનો લાભ લેવો જોઈએ..પોતાને નવું જીવતદાન મળ્યું હોય એમ સમજી  આ હોસ્પિટલના ડો. વાણીયા સાહેબ તેમજ અન્ય ડો. તેમજ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો 

આમ દર્દીનારાયણના આવા સ્વાનુભવો પણ આ હોસ્પિટલમાં આપવામાં આવતી આરોગ્ય લક્ષી સેવા એ પણ દવા ભોજન અને તમામ મેડિકલ પરીક્ષણ બધુ જ નિશુલ્ક..!!! એ હોસ્પિટલની સેવા ભાવનાની સાબિતી આપે છે. અને આરોગ્ય લક્ષી સેવા એ પણ તદ્દન નિશુલ્ક આનાથી મોટી માનવસેવા કઈ હોઈ શકે? ખાસકરીને અહીંના એમ. ડી ડો. વાણિયાનું વલણ પણ ખૂબ માનવસેવા લક્ષી હોય શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવતા દર્દીઓમાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવતા જોવા મળે છે. તો આ સંસ્થાના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ પ્રકાશ કટારિયાની પણ દર્દીઓને કોઈ પણ પ્રકારની અડચણ ન પડે તે માટે સતત સતર્કતા દાખવતાં જોવા મળે છે. સંસ્થાના પ્રમુખ હરેશભાઈ મહેતા, મંત્રી દિવ્યકાંતભાઈ સૂચક, હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડો. પ્રકાશ કટારિયા તેમજ હોસ્પિટલમાં કામ કરતાં તમા મેડિકલ પેરા મેડિકલ કર્મચારીગણ અહીં પૂરી નિષ્ઠા અને સમર્પણ ભાવ સાથે કાર્ય કરે છે.મોંઘીદાટ સારવાર કરીને થાકી ગયા હો તો એક વખત સારવાર અર્થે આ હોસ્પિટલની મુલાકાત લેવા જેવી. એ પણ નિશુલ્ક. અરે ભાઈ.. સ્વસ્થ હોઈએ તો પણ એક વખત આ સંસ્થાની મુલાકાત લઈને દર્દીઓને નારાયણનું સ્વરૂપ સમજી અહીં કેવી સારવાર થઈ રહી છે એ પણ સંપૂર્ણ નિશુલ્ક. અને હ્રદયમાં રામ વસે તો સ્વેચ્છાએ આ સંસ્થામાં યથાયોગ્ય દાન ધનરાશિ પણ જમા કરાવી માનવસેવાની આ જ્યોતિને પ્રજ્વલિત રાખવામા યોગદાન આપી શકાય છે.

Related Posts