ગુજરાત

ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે : આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. આ મામલે ગઈકાલે જ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નિયામકશ્રીને જરૂરી સૂચનાઓ આપી હતી.

ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના 6 વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરાયાની ફરિયાદ અંગે મેડિકલ કોલેજના ડીનશ્રી તથા એન્ટી-રેગીંગ કમિટીને તત્કાલ વિગતવાર અહેવાલ રજૂ કરવા રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ દ્વારા સૂચના આપવામાં આવી છે.

શિક્ષણમાં શિસ્ત, સંસ્કાર અને વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોપરી છે, ત્યારે રાજ્યમાં રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ માટે કોઈ સ્થાન નથી. દોષિત જણાશે તેમની સામે નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે એવો આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું છે.

Related Posts